Connect Gujarat

ગાંધીનગર : વિજયના વિશ્વાસ સાથે ભાજપના ત્રણ ઉમેદવારોએ નોંધાવી ઉમેદવારી

ગાંધીનગર : વિજયના વિશ્વાસ સાથે ભાજપના ત્રણ ઉમેદવારોએ નોંધાવી ઉમેદવારી
X

ગુજરાતમાં રાજયસભાની ચાર બેઠકો માટે ભાજપના ત્રણ ઉમેદવારોએ શુક્રવારના રોજ તેમની ઉમેદવારી નોંધાવી હતી. ભાજપને બે બેઠક મળી શકે તેમ હોવા છતાં તેમણે ત્રીજો ઉમેદવાર ઉભો રાખવાનો દાવ ખેલ્યો છે.

ગુજરાતની ચાર બેઠકો માટે 26મી માર્ચના રોજ યોજાનારી રાજયસભાની ચુંટણી રસપ્રદ બને તેવા એંધાણ વર્તાઇ રહયાં છે. ભાજપને બે બેઠક મળી શકે તેવું ગણિત હોવા છતાં ભાજપે ત્રણ ઉમેદવારો ઉભા રાખ્યાાં છે. શુક્રવારના રોજ ભાજપ તરફથી નરહરિ અમીન, રમીલાબેન બારા અને અભય ભારદ્વાજે ઉમેદવારીપત્રો ભર્યા હતાં. તેમની સાથે રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ, પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સહિતના નેતાઓ હાજર રહયાં હતાં. ભાજપના આગેવાનો અને ત્રણેય ઉમેદવારોએ વિજયનો વિશ્વાસ વ્યકત કર્યો હતો. ભાજપે છેલ્લી ઘડીએ નરહરિ અમીનને ઉભા રાખી કોંગ્રેસમાં રહેલા પાટીદાર ધારાસભ્યોને પોતાની તરફે લાવવાનો દાવ ખેલ્યો છે. ભાજપનો આ દાવ કેટલો સફળ રહે છે તે પરિણામો બાદ ખબર પડશે.

Next Story
Share it