ભાજપ અને કોંગ્રેસે સૌરાષ્ટ્રમાં કોળી સમાજ સાથે દ્રોહ કર્યો છે : શામજી ચૌહાણ

25

જેમ જેમ લોકસભા ચૂંટણી માટેના મતદાનનો દિવસ નજીક આવી રહ્યો છે. તેમ તેમ સૌરાષ્ટ્રમા રાજકારણનો પારો ઉપર ચડતો જોવા મળી રહ્યો છે. બે દિવસ પુર્વે સુરેન્દ્રનગરના સાંસદ દેવજી ફતેપરાની ટિકીટ કપાતા તેઓ નારાજ જોવા મળ્યા હતા.

ત્યારે દેવજી ફતેપરા અને ચોટીલા ના પુર્વ ધારાસભ્ય શામજી ચૌહાણ વચ્ચે એક બેઠક થઈ હતી. જે બેઠકમા બંને કોળી નેતા મળી આગામી દિવસોમા ક્યા પ્રકારની રણનિતી ઘડી શકે છે તે બાબતની ચર્ચા થઈ હતી. જે બાબતે આજરોજ શામજી ચૌહાણે ક્હયુ હતુ કે ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીઓએ સૌરાષ્ટ્રમા કોળી સમાજનો દ્રોહ કર્યો છે. ત્યારે આવતીકાલે હુ મારા 1000કાર્યકરો સાથે રાજીનામુ આપીશ. તો સાથે જ આગામી દિવસોમા સમાજ કહેશે તો અપક્ષ ઉમેદવાર તરીકે હું લોકસભા લડીશ.

LEAVE A REPLY