Connect Gujarat

ભાજપે કોંગ્રેસના ધારાસભ્યોને બેંગલુરુમાં બંધક બનાવી રાખ્યા છે: મધ્ય પ્રદેશ CM

ભાજપે કોંગ્રેસના ધારાસભ્યોને બેંગલુરુમાં બંધક બનાવી રાખ્યા છે: મધ્ય પ્રદેશ CM
X

મધ્ય પ્રદેશના રાજકારણમાં નાટકીય ઘટનાક્રમ પછી આજે

કમલનાથ

સરકારનું બહુમતી પરીક્ષણ થાય એવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. મીડિયા સાથે

વાતચીત કરતા મધ્ય પ્રદેશના સી.એમ એ દાવો કર્યો હતો કે એમની સરકારને કોઇ ખતરો નથી અને જો ફ્લોર

ટેસ્ટ થાય છે તો તેમની સરકાર ખરી ઉતરશે. આ સાથે તેમણે ભાજપ પર આરોપ લગાવ્યા હતા કે

તેણે કોંગ્રેસના ધારાસભ્યોને બેંગલુરુમાં બંધક બનાવી રાખ્યા છે. કમલનાથે કહ્યુ કે

ભાજપના આ હરકત પર મધ્ય પ્રદેશની જનતાએ વિચારવાનુ છે કે સત્તા માટે ભાજપ કઇ હદ સુધી

જઇ શકે છે.

મીડિયા સાથે વાતચીતમાં કમલનાથે

કહ્યુ કે ભાજપ એના જહાજમાં બેસાડીને કોંગ્રેસ ધારાસભ્યોને બેંગલુરુ લઇ ગઇ. કર્ણાટક

પોલીસ તેમની સુરક્ષા કરી રહી છે અને એમના રાજીનામા ભાજપના નેતા જ લઇને આપી રહ્યા

છે. એવામા સ્પષ્ટ છે કે તેણે કોંગ્રેસના ધારાસભ્યોને બંધક બનાવી રાખ્યા છે. વધુમાં

મધ્ય

પ્રદેશ સીએમએ કહ્યુ કે તેમના દ્વારા મધ્ય પ્રદેશમાં ચલાવવામાં આવી રહેલા

અભિયાનોથી ભાજપ ડરી ગઇ છે. વિતેલા 15 વર્ષમાં ભાજપ સરકારના કાર્યકાળમાં

થયેલા કૌભાંડો ખુલવાના ડરે આ કૃત્ય કરવામાં આવ્યું છે.

Next Story
Share it