Connect Gujarat
દેશ

ભાજપના સાંસદનું એલાન - અમારી સરકાર બનશે તો 1 કલાકમાં ખાલી કરાવીશું “શાહીન બાગ”

ભાજપના સાંસદનું એલાન - અમારી સરકાર બનશે તો 1 કલાકમાં ખાલી કરાવીશું “શાહીન બાગ”
X

શાહીન બાગમાં

સિટીઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ સામે ચાલી રહેલા વિરોધ દિલ્હીની ચૂંટણીનો મહત્વનો

મુદ્દો બની રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીના સાંસદ પ્રવેશ વર્માએ એક બેઠકમાં

જાહેરાત કરી છે કે જો 11 ફેબ્રુઆરીએ ભારતીય

જનતા પાર્ટીની સરકાર બનશે તો

તેઓ એક કલાકમાં શાહીન બાગને ખાલી કરાવી દેશે. શાહીન બાગના મુદ્દે ભાજપના નેતાઓ સતત નિવેદનબાજી કરી રહ્યા છે અને

તેને રાજકીય ષડયંત્રનો ભાગ ગણાવી રહ્યા છે.

શાહિન બાગમાં છેલ્લા

40 દિવસથી નાગરિકતા સુધારો કાયદા સામે વિરોધ પ્રદર્શન ચાલુ છે. જે હવે દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં યુદ્ધનો

વિષય બની ચૂક્યું છે.

પ્રવેશ વર્માએ બીજું શું કહ્યું?

એક બેઠકમાં ભાજપના

સાંસદે કહ્યું કે, 'આને ધ્યાનમાં રાખજો, આ ચૂંટણી નાની ચૂંટણી નથી પરંતુ દેશમાં સ્થિરતા અને એકતા માટેની ચૂંટણી છે.

જો 11 મી તારીખે ભારતીય જનતા પાર્ટીની સરકાર બનાવવામાં આવે છે, તો એક કલાકની અંદર

શાહીન બાગમાં એક પણ વ્યક્તિ દેખાયો, તો હું પણ અહીં છુ

અને તમે પણ.

શાહીન બાગના

પ્રદર્શન ઉપરાંત પ્રવેશ વર્માએ સરકારી જમીન પર મસ્જિદનો મુદ્દો

પણ ઉઠાવ્યો હતો. તેમના ભાષણમાં ભાજપના સાંસદે કહ્યું હતું કે, જો મારી સરકાર

દિલ્હીમાં બને છે, તો 11 મી પછી મને ફક્ત એક મહિનાનો સમય આપજો.. મારા

લોકસભા મત વિસ્તારમાં જેટલી મસ્જિદો

સરકારી જમીન પર બનાવવામાં આવી છે, તે બધી મસ્જિદો હટાવી દઇશું.

શાહીન બાગ પર આર-પારની જંગ

નોંધપાત્ર વાત એ છે

કે, ભાજપ તરફથી શાહીન બાગનો મુદ્દો દિલ્હીની ચૂંટણીમાં જોરશોરથી ઉઠાવવામાં આવી રહ્યો છે. તાજેતરમાં જ અમિત શાહે

એક મીટિંગમાં કહ્યું હતું કે દિલ્હીવાસીઓ ઇવીએમનું બટન એટલું જોરથી દબાવજો કે, કરંટ શાહીન બાગ સુધી પહોંચે. આ મુદ્દે ભાજપ દ્વારા

આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને નિશાન બનાવવામાં આવી રહી છે. સોમવારે જ કેન્દ્રીય

મંત્રી રવિશંકર પ્રસાદે આક્ષેપ કર્યો હતો કે શાહીન બાગમાં દેશને તોડનારા બેઠા છે. જેઓ ‘ટુકડે ટુકડે ગેંગ’ છે.

Next Story