Connect Gujarat
Featured

છઠ્ઠી એપ્રિલ 1980ના રોજ થઇ હતી ભાજપની સ્થાપના, જુઓ પાર્ટીનો રોચક ઇતિહાસ

છઠ્ઠી એપ્રિલ 1980ના રોજ થઇ હતી ભાજપની સ્થાપના, જુઓ પાર્ટીનો રોચક ઇતિહાસ
X

દેશમાં કોરોના વાયરસના કહેર વચ્ચે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તથા કાર્યકરોએ સાદગીથી પાર્ટીના 40મા સ્થાપના દિવસની ઉજવણી કરી હતી.

શ્યામા પ્રસાદ મુખર્જીએ ૧૯૫૧માં જન સંઘની સ્થાપના કરી હતી. આ જન સંઘને ભાજપની જનેતા માનવામાં આવે છે. ૧૯૭૭માં અનેક નાની પાર્ટીઓ ભેગી કરીને જન સંઘનો જનતા પાર્ટીમાં વિલય કરવામાં આવ્યો. આ એ સમયગાળો હતો જ્યારે ભારતમાં તત્કાલિન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ કટોકટી લગાવી વિરોધ વ્હોરી લીધો હતો.

ત્યારબાદ અટલ બિહારી બાજપેયીના નેતૃત્વમાં કેટલાક જૂના જોગીઓએ ભેગા મળીને ભારતીય જનતા પાર્ટી એટલે કે ભાજપની સ્થાપના કરી હતીપણ ૧૯૮૪ના સામાન્ય ચૂંટણીમાં ભાજપનો કરુણ રકાસ થયો હતો.એ પછી ભાજપે કટ્ટર હિન્દુત્વનો માર્ગ અપનાવ્યો.

વર્ષ ૧૯૮૪થી ૧૯૯૮ સુધી પોતાની હિન્દુત્વવાદી નીતિમાં ભાજપે અનેક પરિવર્તનો આણ્યા પણ કેન્દ્રમાં સત્તા હાસલ કરી શકે અને કાર્યકાળ પૂરો કરી શકે એટલી બેઠકો ન આવી. આખરે ૧૯૯૯માં અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં ઉદાર હિન્દુત્વની નીતિ સાથે અનેક પક્ષો ભેગા મળ્યા અને નેશમલ ડેમોક્રેટિક એલાય્નસ (NDA)ની સ્થાપ્ના થઇ. બાજપેયીના નેતૃત્વમાં જ આ સરકારે પાંચ વર્ષ પૂરા કર્યા હતાં.વર્ષ ૨૦૦૪ની સામાન્ય ચૂંટણીઓમાં NDA અને ભાજપનો પરાજય અણધાર્યો હતો. ૨૦૧૪ સુધીનો એક દાયકો કોંગ્રેસના નેતૃત્વ હેઠળના યુપીએનો રહ્યો હતો. 2014થી નરેન્દ્ર મોદી અને અમિત શાહના નેતૃત્વમાં ભાજપે સફળતાના અનેક શિખરો સર કર્યા છે. ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ જીતુ વાઘાણીએ આગામી દિવસોના કાર્યક્રમોની જાહેરાત કરી હતી.

Next Story