“કલંકિત ઘટના” : જાણો, ભુજની સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટ ખાતે કેમ આવી પહોચી મહિલા આયોગની ટીમ..!

0

કચ્છ જિલ્લાના ભુજની સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટમાં છાત્રાઓને નિર્વસ્ત્ર કરી તપાસ કરવાની કલંકિત ઘટના બની હતી, જે સંદર્ભે ભોગ બનનાર વિદ્યાર્થિનીઓના નિવેદનો લેવા માટે ગુજરાત રાજ્ય મહિલા આયોગની ટીમ આવી પહોચી હતી.

ભુજની સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટમાં બનેલી કલંકિત ઘટનાના મામલે ગુજરાત રાજ્ય મહિલા આયોગની ટીમના 4 સભ્ય બહેનો તપાસ અર્થે આવ્યા હતા. સમગ્ર ઘટના સંદર્ભે મહિલા આયોગ દ્વારા કન્યા છાત્રાલયમાં વિદ્યાર્થિનીઓના નિવેદનો નોંધવામાં આવ્યા હતા. જેમાં ભોગ બનનાર 60 વિદ્યાર્થિનીઓના લેખિત અને મૌખિક નિવેદનો મેળવી અહેવાલ બનાવી સરકારને રિપોર્ટ સોંપવામાં આવશે.

મળતી માહિતી અનુસાર, આવનારા બે દિવસ માટે રાષ્ટ્રીય મહિલા આયોગની ટીમ પણ વધુ તપાસ અર્થે ભુજની સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટમાં આવવાની વાત જાણવા મળી છે. હાલ તો આ મામલે એ’ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસ તપાસ પણ તેજ બની છે. જેમાં મહિલા પોલીસ, એલસીબી પોલીસ અને એફએસએલની ટીમોએ પણ કોલેજમાં તપાસ કરી હતી, ત્યારર સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટમાં તપાસનો ધમધમાટ તેજ બનતા આગામી સમયમાં નવા ખુલાસા થવાની વકી સેવાઇ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here