Connect Gujarat
બ્લોગ

પપ્પા મારા પ્રાઈમ મિનિસ્ટર

પપ્પા મારા પ્રાઈમ મિનિસ્ટર
X

બે જ વસ્તુ પૂજનીય છે

૧. માનો ખોળો, ૨. બાપનો ખોબો

એન.આર.આઈ. બાપની વ્યથા આબેહૂબ રજૂ કરતું ‘પપ્પા અમારા પ્રાઈમ મિનિસ્ટર’ જેમાં ‘પ્રાઈમ મિનિસ્ટર’ એટલે વડાપ્રધાન. ઘરના સુપ્રિમો એટલે પપ્પા. ૭ વર્ષે અમેરિકા થી દિવાળીના તહેવાર ટાણે પાછા ફરેલા પપ્પાને એનો પુત્ર કહે પપ્પા શું કામ તમે પાછા આવ્યાં ? ત્યારે હ્રદયનો ધબકાર દર્શકો ચૂકી જાય. કે.કે. મુખ્યપાત્રમાં ગુજરાતી ફિલ્મના સુપર સ્ટાર હિતેનકુમારનો લાજવાબ અભિનય. શો પિપલ પ્રસ્તુત કૌસ્તુભ ત્રિવેદી તથા સંજય ગોરડિયા નિર્મિત, વિનોદ સરવૈયા લિખિત, દિગ્દર્શક વિપુલ મહેતા દિગ્દર્શિત ‘પપ્પા અમારા પ્રાઈમ મિનિસ્ટ’ દરેક ગુજરાતી પરિવારે તેમના સંતાનોને જે કોલેજીયન છે તેને બતાવવું જ રહ્યું. સાત કલાકની અમેરિકાથી મુંબઈની જર્નીમાં સાત દરિયા પણ હોય છે એવો જોરદાર સંવાદ, અસ્સલ મુંબઈના નાલા સોપારા, ચોપાટી, ગેટ વે ઓફ ઈન્ડિયા, મરીન લાઈન્સનું તારાપુર એક્વેરીયમ જે મુંબઈવાસી છે એમને યાદ આવી જાય.

  • સાત વર્ષ પછી એકાએક ઘરે આવે ત્યારે પત્ની કહે આટલા વર્ષ લાગણીઓ થીજી ગઈ છે, તકિયે બાજીને સૂઈ ગઈ છે’ જોરદાર સંવાદ જયશ્રી (ભૂમિ શુક્લા)
  • (અમેરિકા) ભવિષ્ય માટે ગયો હતો પણ વર્તમાન માંથી નીકળી ગયો છું.
  • ઘરમાં વાતો કરવાની છે અરનબ ગોસ્વામી (રિપબ્લિક ઈન્ડિયા) જેમ ડિબેટ કરવાની નથી.
  • Whatsapp બાળકોના ડાયપર જેવું હોય દર મિનિટે ચેક કરવું પડે ભીનું થયું તો નથી ને. ભદ્રા (પ્રાચી ધોળકિયા)
  • મા-બાપ વૃદ્ધાશ્રમમાં મુકી આવે એ પહેલા આપણે એમને અનાથ આશ્રમમાં મુકી દેવા જોઈએ. (કે.કે.) હિતેનકુમાર
  • દરેક છોકરી એના બોયફ્રેન્ડમાં સૌથી પહેલા એ શોધે એના પપ્પા જેવા છે.
  • બે જ પૂજનીય છે : ૧. માનો ખોળો, ૨. બાપનો ખોબો
  • જે ક્ષણે તને મારો સ્પર્શ અજાણ્યો લાગ્યો તે દિવસ થી હું આ ઘરનો મહેમાન બની ગયો (કે.કે.) હિતેનકુમાર.
  • પપ્પાને ઓળખવા હોય તો એના વર્તમાનના વર્તનને બદલે ભૂતકાળના સંઘર્ષમાં ડોકિયું કરવું પડે.

ભરૂચમાં સાંજે ૯૯ પ્રયોગ થયો, કાલે ૧૦૦ મો પ્રયોગ થશે.

‘પપ્પા મારા પ્રાઈમ મિનિસ્ટર’

૨૬ ઓક્ટોબર, ૨૦૧૮

નાટકનું સૌથી સબળ પાસું એટલે ફિલ્મ “જુર્મ” નું લોકપ્રિય ગીત “જબ કોઈ બાત બિગડ જાયે જબ કોઈ મુશ્કીલ પડ જાયે, રહેના સાથ મેરે, ઓ હમસફર”

Next Story