Connect Gujarat
ગુજરાત

આ'ખરે IAS અધિકારી કે.રાજેશ "સસ્પેન્ડ" : જમીન કૌભાંડ-હથિયાર લાયસન્સમાં વહીવટ કરવાનો લાગ્યો છે આરોપ

સુરેદ્રનગર જિલ્લાના પૂર્વ કલેકટર કે.રાજેશની ધરપકડ બાદ હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે.

આખરે IAS અધિકારી કે.રાજેશ સસ્પેન્ડ : જમીન કૌભાંડ-હથિયાર લાયસન્સમાં વહીવટ કરવાનો લાગ્યો છે આરોપ
X

સુરેદ્રનગર જિલ્લાના પૂર્વ કલેકટર કે.રાજેશની ધરપકડ બાદ હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે. આખરે IAS અધિકારી કે.રાજેશને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. સતત CBIની કસ્ટડીમાં રહેતા IAS ઓફિસર કે.રાજેશ સસ્પેન્ડ થયા છે.

CBIએ IAS ઓફિસર કે.રાજેશ સામે કાર્યવાહી કર્યા બાદ તેમને કોર્ટમાં રજૂ કરીને વધુ પૂછપરછ માટે રિમાન્ડની માગણી કરવામાં આવી હતી, ત્યારે કે.રાજેશના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે. જેમાં સોમવારે બપોરે 3 વાગ્યા સુધીના રિમાન્ડ મળ્યા છે. તેમને સરકારની મંજૂરી પછી સસ્પેન્ડ કરવામાં આવે તેવી સંભાવના હતી. CBI દ્વરા ધરપકડ કરવામાં આવેલા સસ્પેન્ડેડ IAS ઓફિસર 48 કલાક કરતાં વધુ સમયથી પોલીસ કસ્ટડીમાં છે. જેથી GADએ પોતાનો રિપોર્ટ મોકલ્યો છે. કે.રાજેશ પર જમીન કૌભાંડ અને હથિયાર લાયસન્સમાં વહીવટ કરવાનો આક્ષેપ છે. કે.રાજેશ સુરેન્દ્રનગર કલેક્ટર હતા, ત્યારે આપેલ હથિયાર લાયસન્સ પણ રદ્દ થવાના સંકેત જોવા મળી રહ્યા છે. કે.રાજેશ સરકારી જમીન ખાનગી ઠેરવી વેચાણ કરવાના કેસમાં CBI રડારમાં છે. CBI દ્વારા કે.રાજેશ વિરુદ્ધ 18 મેના રોજ FIR દાખલ કરવામાં આવી હતી. જે બાદ તા. 20 મેના રોજ CBI દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, અને તા. 13 જુલાઈના રોજ IAS અધિકારી કે.રાજેશની ધરપકડ કરવામાં આવી હતી

Next Story