Connect Gujarat
ગુજરાત

રેતી ખનન મુદ્દે મહિલાઓનો બોડેલી મામલતદાર કચેરીએ હલ્લો

રેતી ખનન મુદ્દે મહિલાઓનો બોડેલી મામલતદાર કચેરીએ હલ્લો
X

બોડેલી ના માકણી ગામની મહિલાઓનો રેતી ખનન ને લઈ પાણી ના સ્તર નીચા જવાને લઈ બોડેલી મામલતદાર કચેરીએ હલ્લો કર્યો જ્યાં સુધી વરસાદ ના પડે ત્યાં સુધી રેતી ઉલેચવા પર પ્રતિબંધ ની માંગ કરી.

ઠેર ઠેર પાણી ના પોકાર ઉઠ્યા છે ત્યારે છોટાઉદેપુર જીલ્લામાથી પસાર થતી ઓરસંગ નદીમાથી રેત માફિયાઓ દ્વારા સતત થઈ રહેલા રેતી ખનન ને લઈ પાણી ના સ્તર નીચા ગયા છે જેના કારણે ખેડૂતો ની હાલત કફોડી બની છે રેતી માફિયાઓ સામે છોટાઉદેપુર જિલ્લાના માકણી ગામની મહિલાઓ રણચંડી બની છે અને જ્યાં સુધી વરસાદ ના પડે ત્યાં સુધી રેતી ખનન પર પ્રતિબંધ ની માંગ સાથે બોડેલી તાલુકા સેવાસદન ખાતે રેતી ખનન બંધ કરો ઓરસંગ બચાઓ ના નારા સાથે સો થી વધુ મહિલાઓ બોડેલી ના તાલુકા સેવાસદન ખાતે આવી પહોંચી હતી અને તાત્કાલિક રેતી ની લીજો બંધ કરાવવા ની ઉગ્ર રજૂઆત બોડેલી મામલતદાર ને કરી હતી.

મહિલાઓ નો આરોપ છે કે વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અને સતત થઈ રહેલા રેતી ખનન ના કારણે પાણી ના સ્તર નીચા જતાં ખેડૂતો નો પાક સુકાઈ રહ્યો છે અને અમારો પાક નિષ્ફળ જાય તો બેન્ક લોન ની ભરપાઈ કરવી કેવી રીતે તે માટે તાત્કાલિક રેતી ની લીજો બંધ કરવા મહિલાઓ એ બોડેલી મામલતદાર મયુર પરમાર ને ઉગ્ર રજૂઆતો કરી હતી.

બોડેલી મામલતદારે મહિલાઓની વાત કલેકટર સુધી પહોંચાડવાની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો.

Next Story