Connect Gujarat
ગુજરાત

બોડેલી-ડભોઇ હાઇવે પર ગટરનું ખુલ્લુ ઢાંકણ આપે છે અકસ્માતને આમંત્રણ

બોડેલી-ડભોઇ હાઇવે પર ગટરનું ખુલ્લુ ઢાંકણ આપે છે અકસ્માતને આમંત્રણ
X

બોડેલી-ડભોઇ હાઇવે પર ગટરનું ખુલ્લા ઢાંકણ ના કારણે લોકો હાલાકી ભોગવી રહ્યા છે

બોડેલીના ડભોઇ હાઇવે રોડ પર ગટરના ખુલ્લા ઢાંકણાને લઇ વાહન ચાલકો રાહદારીઓને મુશ્કેલી અકસ્માત સર્જાવાની ભીતિને લઈ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

છોટાઉદેપુર જિલ્લા ના બોડેલીના ડભોઇ મેઇન હાઇવે રોડ પર ગટરના ખુલ્લા ઢાંકણાને લઇ વાહન ચાલકો રાહદારી ઓ ને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. કેટલીક જગ્યાએ તો નજીકના દુકાનદારો એ આ ખુલ્લા ઢાંકણાને કારણે અકસ્માત ના સર્જાય તે માટે આડ મુકી છે.

કેટલાય સમય થી ખુલ્લા ઢાકણા લઈ તંત્ર આંખ આડા કાન કરી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે કે તંત્ર ઘોર નિંદ્રામા છે તંત્ર કોઈ મોટો અકસ્માત સર્જાયા ની રાહ જોઈ ને બેઠુ હોય તેવી લોકોમા ચર્ચા ઉઠી છે.

Next Story