Connect Gujarat
દેશ

બોલિવૂડ અભિનેતા ઇરફાન ખાનનું થયું નિધન, દિગ્દર્શક શૂજિત સરકારે સૌ પ્રથમ આપી જાણકારી

બોલિવૂડ અભિનેતા ઇરફાન ખાનનું થયું નિધન, દિગ્દર્શક શૂજિત સરકારે સૌ પ્રથમ આપી જાણકારી
X

બોલિવૂડ એક્ટર ઇરફાન ખાનનું આજરોજ દુખદ અવસાન થયું છે. અભિનેતા ઇરફાન ખાનને મંગળવારે પેટમાં દુખાવો ઉપડતાં તેને મુંબઈ શહેરની કોકિલાબેન ધીરૂભાઇ અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં

આવ્યો હતો. ખાનના કેન્સરની સારવાર 2018 માં થઈ હતી. દિગ્દર્શક શૂજિત સરકારે ઇરફાન ખાનના મોતની જાણ આપી હતી.

તેણે ટ્વિટ કરીને લખ્યું- મારો પ્રિય મિત્ર

ઇરફાન. તમે લડ્યા અને લડ્યા અને લડ્યા મને હંમેશાં તમારા ઉપર ગર્વ રહેશે. આપણે ફરી

મળીશું. સુતાપા અને બાબિલ પ્રત્યેની મારી સંવેદના. તમે પણ લડ્યા હતા. સુતાપા તું આ

લડતમાં જે આપી શકતી હતી તે બધું તે આપ્યું. ઓમ શાંતિ. ઇરફાન ખાનને સલામ.

https://twitter.com/ShoojitSircar/status/1255377784773410818?s=20

ઇંગ્લિશ મીડિયમ ઇરફાન ખાનની હતી અંતિમફિલ્મ

ઈરફાન ખાનની 95 વર્ષની માતા

સઈદા બેગમનું ત્રણ દિવસ પહેલા જયપુરમાં અવસાન થયું હતું. કોરોના વાયરસને કારણે

લાદવામાં આવેલા લોકડાઉનને કારણે અભિનેતા તેની માતાના અંતિમ સંસ્કારમાં ભાગ લઈ

શક્યો ન હતો. અભિનેતા કેન્સરમાંથી સ્વસ્થ થયા પછી પરત ફર્યા બાદ 2019 માં ફિલ્મ “ઇંગ્લિશ મીડિયમ”નું શૂટિંગ કર્યુ

હતુ. બોલીવુડના દિગ્ગજ અભિનેતા ઇરફાન ખાન ન્યૂરોએંડોક્રાઇન ટ્યૂમર સામે જંગ હારી

ગયાં છે. 54 વર્ષની ઉંમરે ઇરફાન ખાને દુનિયાને અલવિદા કહ્યું છે. ઇરફાન

ખાનની તબિયત લથડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં.

Next Story