Connect Gujarat
Featured

કોવિડ-19 : બૉલિવૂડ ક્વિન કંગના રૈનોતે 25 લાખ રૂપિયાનું કર્યું યોગદાન

કોવિડ-19 : બૉલિવૂડ ક્વિન કંગના રૈનોતે 25 લાખ રૂપિયાનું કર્યું યોગદાન
X

કોરોના વિરુદ્ધ લડાઇમાં બૉલિવૂડ ક્વિન કંગના રૈનોતે પણ પીએમ કેર ફંડમાં 25 લાખ રૂપિયાનું યોગદાન આપ્યું છે. કંગનાએ લૉકડાઉનને ધ્યાને રાખીને રોજી-રોટી માટે દૈનિક વેતન ભોગવી રહેલા મજૂરોને રેશન પણ ઉપલબ્ધ કરાવ્યું છે. તેની જાહેરાત બાદ કંગનાની બહેન ચંદોલીએ પણ પોતાના ટ્વીટના માધ્યમથી જાણકારી શેર કરી હતી.

કોરોના સંક્રમણથી બચવા માટે જ્યાં કેન્દ્ર અને પ્રદેશ સરકાર પોતાના સ્તર પર સતત પ્રયાસ કરી રહી છે. ત્યારે વિભિન્ન ધાર્મિક, સામાજિક અને સ્વયંસેવી સંસ્થાઓની સાથે સામાન્ય લોકો અને બૉલિવૂડ સેલેબ્રિટી પણ પોતાનો સહયોગ આપી રહ્યા છે

કોરોના વિરુદ્ધની લડાઇમાં બૉલિવૂડ ક્વિન કંગના રૈનોતે પણ પીએમ કેર ફંડમાં 25 લાખ રુપિયા સહાયતા તરીકે યોગદાન આપ્યું છે. કોરોના સંક્રમણથી બચવા પુણ્ય કાર્યમાં કંગનાની માતા આશાએ પણ પોતાનો એક મહિનાનું પેન્શન પીએમ કેર ફંડમાં દાન કરે છે

https://twitter.com/Rangoli_A/status/1221094542155251713

એટલું જ નહીં કંગનાએ લૉકડાઉનને લીધે રોજી-રોટલી માટે દૈનિક વેતન મેળવી રોજનું રોજ કરનારા મજુરોને પણ રાશન ઉપલબ્ધ કરાવ્યું હતું. તેની જાહેરાત કંગનાની બહેન રંગોલી ચંદેલે પોતાના ટ્વીટર પર શેર કરી હતી.

બૉલિવૂડ ક્વિન કંગના રૈનોત જિલ્લા મંડીના ભાંબલાની રહેનારી છે અને પોતાની દમદાર એક્ટિંગને લીધે બૉલિવૂડમાં ખૂબ જ નામના મેળવી છે.

Next Story