બૉલિવૂડ અભિનેત્રી સારા અલી ખાનના ડ્રાઈવરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

0

બૉલિવૂડ અભિનેત્રી સારા અલી ખાને ઈન્સ્ટ્રાગ્રામ પર એક મેસેજ લખતા જણાવ્યું કે, તેમના ડ્રાઈવરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલમાં ડ્રાઈવરને ક્વોરન્ટાઈન સેન્ટરમાં મોકલવામાં આવ્યો છે. સારા અલી ખાને મેસેજમાં લખ્યું કે, હું આપ સૌ ને જણાવવા માંગુ છુ કે, અમારા ડ્રાઈવરનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.

સારા અલી ખાને લખ્યું- મારા પરિવારના લોકો અને ઘરનો સ્ટાફનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. BMCએ આપેલી ગાઈડલાઈન્સનું અમે પાલન કરી રહ્યાં છે. તમને જણાવી દઈએ કે, બૉલિવૂડ મહાનાયક અમિતાભ બચ્ચન સહિત પરિવારના 4 સભ્યોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ફેન્સ તેમની સલામતી માટે પ્રર્થાનાઓ કરી રહ્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here