Connect Gujarat

BRICSમાં મોદીએ પાકિસ્તાનને ગણાવ્યો આતંકવાદનું સમર્થન કરનાર દેશ

BRICSમાં મોદીએ પાકિસ્તાનને ગણાવ્યો આતંકવાદનું સમર્થન કરનાર દેશ
X

બ્રિક્સ સંમેલનમાં જેની આશા સેવાઇ રહી હતી તે જ થયું. ગોવામાં ચાલી રહેલ બ્રિક્સ સંમેલનમાં ભારતે પાકિસ્તાન વિરુદ્ધ તેની કૂટનીતિ ચાલુ રાખતા પાકિસ્તાનનું નામ લીધા વિના તેને નિશાન બનાવ્યું હતું.

રવિવારે રશિયા, ચીન, સાઉથ આફ્રિકાના રાષ્ટ્રીય અધ્યક્ષો સાથેની બેઠકમાં મોદીએ આતંકવાદનો મુદ્દો ઉઠાવીને જણાવ્યું હતું કે આતંકવાદ સમગ્ર વિશ્વ માટે ખતરારૂપ છે અને તેનું નામોનિશાન મીટાવી દેવું જોઇએ.

મોદીએ જણાવ્યું હતું કે આતંકવાદના વધી રહેલા પ્રભુત્વના કારણે મધ્ય, પૂર્વ અને પશ્ચિમ એશિયા, યુરોપ તેમજ સાઉથ આફ્રિકા માટે મોટો ખતરો ઉભો થયો છે. આપણી આર્થિક પ્રગતિના આડેનો સૌથી મોટો કાંટો આતંકવાદ છે. તેમણે પાકિસ્તાનનું નામ લીધા વિના જણાવ્યું હતું કે દુર્ભાગ્યની બાબત તો એ છે કે તેની મદદ ભારતનો પાડોશી દેશ કરી રહ્યો છે. સમગ્ર વિશ્વના ટેરર મોડ્યુલના લીંક આ દેશ સાથે જોડાયેલા છે. આ દેશ આતંકવાદને આશરો આપી રહ્યો છે. આ દેશની વિચારણસરણી એવી છે કે તે રાજનૈતિક ફાયદા માટે આતંકવાદના હથિયારને ખોટું નથી માનતો. આપણે આવી વિચારસરણીનો વિરોધ કરવો જોઇએ અને બ્રિક્સ દેશોએ સાથે મળીને આતંકવાદ વિરુદ્ધ લડત આપવી જોઇએ.

Next Story
Share it