Connect Gujarat
દુનિયા

બ્રિટન ઉપર મંડરાઇ રહ્યો છે સિઆરા વાવાઝોડાનો ખતરો, 62 હજાર ઘરોમાં વીજ પુરવઠો ઠપ્પ

બ્રિટન ઉપર મંડરાઇ રહ્યો છે સિઆરા વાવાઝોડાનો ખતરો, 62 હજાર ઘરોમાં વીજ પુરવઠો ઠપ્પ
X

યુરોપ દેશોમાં અવારનવાર વાવાઝોડાને લઈ મોટી ઘટનાઓ બનતી હોય છે, તેમાનો ફરી એક વાર બ્રિટનને વાવાઝોડાનો ડર સતાવી રહ્યો છે. એટલાન્ટિક મહાસાગર થઇને બ્રિટનના કાંઠે પહોંચેલા સિઆરા વાવાઝોડાના કારણે મોટાભાગના વિસ્તારોમાં વરસાદ થયો હતો. વાવાઝોડાની સ્પીડ 156 કિમી પ્રતિ કલાકની છે. તેના કારણે બ્રિટનના ઘણા વિસ્તારો પૂરની ચપેટમાં છે. રવિવારે 62 હજાર ઘરોમાં વીજ પુરવઠો ઠપ્પ થઈ ગયો હતો. ખરાબ હવામાનના કારણે ફ્રાન્સ, બેલ્જિયમ, નેધરલેન્ડ , સ્વિત્ઝર્લેન્ડ અને જર્મનીમાં ઘણી ફ્લાઇટ્સ કેન્સલ કરવામાં આવી હતી.

હવામાન

વિભાગે બ્રિટનમાં 140 સ્થળો પર

ભારે વરસાદ અને પૂર અંગેની ચેતવણી જાહેર કરી હતી. અહીં યોર્કશાયર અને લિંકનશાયર

વિસ્તાર સૌથી વધારે પૂરથી પ્રભાવિત છે. બીજી તરફ સ્કોટલેન્ડમાં 37 અને વેલ્સમાં 6 સ્થળો પર પૂરની ચેતવણી આપવામાં

આવી હતી. બ્રિટનની જોડાયેલા ચેક ગણરાજ્યના ઉદ્યોગ, વેપાર અને પરિવહન મંત્રાલયે સિઆરા

વાવાઝોડાને લઇને એલર્ટ જાહેર કર્યું છે. તેમણે વધુમાં જણાવ્યુ સિઆરા વાવાઝોડાના કારણે રવિવાર

સાંજથી સોમવાર સાંજ સુધી ઝડપી પવન ફૂંકાવાથી ભારે નુકસાન થઇ શકે છે.

Next Story