Connect Gujarat
Featured

બ્રિટન : પ્રિન્સ ચાર્લ્સ કોવિડ-19ના ખતરાથી બહાર

બ્રિટન : પ્રિન્સ ચાર્લ્સ કોવિડ-19ના ખતરાથી બહાર
X

બ્રિટનના પ્રિંસ ચાર્લ્સ સાત દિવસ સુધી સેલ્ફ આઈસોલેશનમાં રહ્યા બાદ હવે બહાર આવી ગયા છે. પ્રિંસ ચાર્લ્સનો કોરોનાનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો, જે બાદ તેઓ સેલ્ફ આઈસોલેશનમાં ચાલ્યા ગયા હતા. પ્રિંસ ચાર્લ્સ ઉપરાંત તેમની પત્નીનો પણ ટેસ્ટ થયો હતો પરંતુ તેમનામાં સંક્રમણ જણાયું નહોતું. પેલેસના અધિકારીઓ તરફથી આ વાતની જાણકારી આપવામાં આવી છે, જેમાં કહેવામાં આવ્યું કે પ્રિંસની તબીયત ઠિક છે અને તેઓ સરકાર દ્વારા આપવામાં આવેલ નિર્દેશોનું પાલન કરી રહ્યા હતા.

પેલેસના પ્રવક્તા તરફથી કહેવામાં આવ્યું કે ક્લેરેંસ હાઉસે આ વાતની પુષ્ટિ કરી દીધી છે કે ડૉક્ટરની સલાહ બાદ પ્રિંસ ઑફ વેલ્સ હવે સેલ્ફ આઈસોલેશનથી બહાર આવી ગયા છે. પ્રિંસ ચાર્લ્સ સાત દિવસ સુધી સેલ્ફ આઈસોલેશનમાં હતા અને તેઓ પોતાના બકિંઘમ પેલેસમાં જ હતા. પાછલા કેટલાક સમય પહેલા મોનૈકોના પ્રિંસ અલ્બર્ટે બ્રિટેનના પ્રિંસ ચાર્લ્સ સાથે મુલાકાત કરી હતી. હાલમાં જ મોનૈકો પ્રિંસને કોરોના વાયરસ પોઝિટિવ આવ્યો હતો. જણાવી દઈએ કે આખી દુનિયા જીવલેણ વાયરસના સંક્રમણના લપેટામાં આવી ગયું છે અને તેનાથી 8 લાખ જેટલા લોકો સંક્રમિત છે જ્યારે 35 હજાર લોકોથી વધુના જીવ ચાલ્યા ગયા છે.

Next Story