Connect Gujarat
ગુજરાત

હવે બ્રિટાનીયા બિસ્કીટ ખરીદતાં ચેતજો ! બની શકે છે આવું પણ...?

હવે બ્રિટાનીયા બિસ્કીટ ખરીદતાં ચેતજો ! બની શકે છે આવું પણ...?
X

માત્ર એક મહીનામાં જ પેક પેકીંગમાં બિસ્કીટમાં ચઢી ફૂગ

હવે બ્રિટાનીયા હાઇફાબર ન્યુટ્રી ચોઇઝ ડાઇઝેસ્ટીવ બિસ્કીટ લેતાં ગ્રાહકે ચેતવું પડે તેવો કિસ્સો સામે આવત જ કનેકટ ગુજરાત દ્વારા તમામ જાહેર જનતાને તેમજ કંપનીને અપીલ કરવામાં આવે છેકે આવા બિસ્કીટ કોઇને ફૂડ પોઇઝનીંગના સિકાર ન બાવે તેની ખસ તકેદારી રખાય તે જરૂરી છે.

અંકલેશ્વર ખાતે વેચાતા બ્રિટાનીયા હાઇફાબર ન્યુટ્રી ચોઇઝ ડાઇઝેસ્ટીવ બિસ્કીટ કે જે ખાસ કરીને તેની મોટી જાહેરરાતો થકી લોકોને આકર્ષે છે કે આ બિસ્કીટમાં હાઇ ફાઇબર કે જે ડાયાબીટીક દર્દી, સીનીયર સીટીઝન્સની હેલ્થ માટે ખૂબજ ઉપયોગી છે તે બિસ્કીટનું પેકેટ ખરીદતાં તેના ઉપર મેન્યુફેક્ચરીંગ તારીખ ૧૨/૦૭/૨૦૧૮ લખાયેલ હતી. તેનો ઉપયોઇગ ૬ મહિના સુધીમાં કરવો હિતાવહ છે તેમ તેની એક્ષ્પાયરી તારીખ થી પુરવાર થાય છે.

જયારે આ પેકેટ ખરીદ કરી ખોલતા તેમાંથી જે બિસ્કીટ નીકલ્યા તે જોઇ ને તમે પણ દંગ રહી જશો ! હા આ બિસ્કીટના પેકેટન નીકળેલ બિસ્કીટો ઉપર જોવા મળી કાળા કલરની ફૂગ જે સ્વાસ્થય માટે હાનીકારક સાબિત થઈ કરી શકે છે ફૂડ પોઇઝન.

કનેકટ ગુજરાત દ્વારા જાહેર જનતાના હિતાર્થે આ અંગે જે વેપારી પાસે બિસ્કીટ ખરીદવામાં આવ્યા તેમને , બિસ્કીટ બનાવતીકંપનીને ફરીયાદ કરી તમામ બિસ્કીટની ક્વોલેટી મેઇન્ટેઇન કરવામાં આવે પર ભાર મુક્યો હતો તો સાથે જાહેર જનતાને જો તમે ખરીદેલ બિસ્કીટના પેકેટ માંથી આ મુજબ ફૂગ નજરે પડે તો મહેરબાની કરી તે બિસ્કીટ આપના બાળકો, વડીલ સ્વજ્નોને ન ખવડાવવા અપીલ કરવામાં આવે છે.

Next Story