Connect Gujarat
દેશ

BSNL દ્વારા ગ્રાહકોને આપવામાં આવી ધમાકેદાર ઓફર

BSNL દ્વારા ગ્રાહકોને આપવામાં આવી ધમાકેદાર ઓફર
X

જીઓ, વોડાફોન અને એરટેલ બાદ હવે બીએસએનએલ દ્વારા પોતાના ગ્રાહકો માટે નવી ઓફર બજારમાં લોન્ચ કરવામાં આવી છે.

અન્ય કંપનીઓની જેમ બીએસએનએલ દ્વારા પણ તેના પ્રિપેઇડ ધારકો માટે એક નવી સ્કીમ લોન્ચ કરવામાં આવી છે. જે અંતર્ગત હવે બીએસએનએલ ધારકો માત્ર 99 રૂપિયામાં 300 MB ડેટા સાથે BSNL ટુ BSNL લોકલ તેમજ STD અનલિમિટેડ ફ્રી કોલ કરી શકશે.

વધુમાં આ સ્કીમનો લાભ રાજસ્થાન, ઝારખંડ, કોલકાતા, પશ્ચિમ બંગાળ, બિહાર, મહારાષ્ટ્ર, આસામ, ગુજરાત, છત્તીસગઢ અને મધ્યપ્રદેશના લોકો લઇ શકશે તથા અન્ય રાજ્યોમાં આ સ્કીમનો દર રૂ 119 થી લઈને રૂ 149 સુધીનો હશે.

BSNLની બીજી ઓફર પ્રમાણે રૂપિયા 399માં 1 GB ડેટા સાથે કોઈ પણ નેટવર્ક પર અનલિમીટેડ લોકલ તેમજ STD ફ્રી કરી શકાશે.

આ બંને સ્કીમની વેલિડિટી 28 દિવસ સુધીની રહેશ.

અત્યારના સમય ગાળામાં કોમ્યુનિકેશન ક્ષેત્રે ગળાકાપ હરીફાઈ ચાલી રહી છે ત્યારે પોતાના ગ્રાહકોને જાળવવા તેમજ નવા ગ્રાહકોને આકર્ષવા કંપનીઓ નવી નવી ઓફરો લાવી રહી છે પરંતુ એકંદરે આ ઓફરો અને સ્કિમોને જોતા કંપનીઓ એક બીજાનું અનુકરણ કરી રહી હોય એવુ લાગી રહ્યુ છે.

Next Story