Top
Connect Gujarat

BTP અને AIMIM નું ગઠબંધન આંધળા અને બહેરા જેવું છે : પ્રદેશ ભાજપ.અધ્યક્ષ સી.આર. પાટીલ

BTP અને AIMIM નું ગઠબંધન આંધળા અને બહેરા જેવું છે : પ્રદેશ ભાજપ.અધ્યક્ષ સી.આર. પાટીલ
X

નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં ભાજપના કાર્યકરોએ રાજપીપળા શહેરના રાજમાર્ગો પર જંગી રેલી કાઢી રોડ શો કર્યો હતો. રાજપીપળાના ઝીન કંપાઉન્ડમાં સી.આર.પાટીલ નિયત સમયએ પહોંચ્યા હતા. સ્વાગત બાદ સી.આર.પાટીલે જંગી મેદનીને સંબોધનની શરૂઆત કરી હતી.

બિટીપી એઆઈએમઆઈએમના ગઠબંધન મુદ્દે અને અસદુદ્દીન ઓવૈશીએ ગુજરાતમાં જાહેરસભા સંબોધી હતી. એ મુદ્દે સી.આર.પાટીલે જણાવ્યું હતું કે એ આંધળા બેહરાનું ગઠબંધન છે. હવે એ દુષણ હટાવવાનો સમય આવી ગયો છે. અને આ વખતે બધાને ઘર ભેગા કરવાના છે નર્મદા ભરૂચના લોકો એ નક્કી કર્યું છે કે આ વખતે બધાને ઘર ભેગા કરવાના છે. જેમાં છોટુ વસાવા હવે 2022 ની વિધાનસભામાં ઘરે બેસવાના છે છોટુભાઈ ઘણું થયું હવે બીજાને પણ ચાન્સ આપો, કહી BTP પર પ્રહાર કર્યા હતા.

Next Story
Share it