Connect Gujarat
ગુજરાત

બજેટ ૨૦૧૯: આશા, વિશ્વાસ, આકાંક્ષાનું સ્વપ્ન અને સંકલ્પોનું આંકડા વગરનું અંદાજપત્ર: ટેક્ષ પ્રેકટીશનર સુનિલ નેવે

બજેટ ૨૦૧૯: આશા, વિશ્વાસ, આકાંક્ષાનું સ્વપ્ન અને સંકલ્પોનું આંકડા વગરનું અંદાજપત્ર: ટેક્ષ પ્રેકટીશનર સુનિલ નેવે
X

બજેટ ૨૦૧૯ ગાંવ ગરીબ ઔર કિસાન,નારી તું નારાયણી અને હર ઘર જલના મથાળાવાળું મધ્યમ વર્ગને નિરાશ કરતું પરંતુ આશા- વિશ્વાસ-આકાંક્ષાનું સ્વપ્ન અને સંકલ્પોનું આંકડાવગરનું બજેટ હોવાનું ભરૂચના ટેક્ષ પ્રેકટીશનર અને નેવે મેનેજમેન્ટ કન્સલટન્ટ પ્રા.લિ.ના ચેરમેન સુનિલ નેવેએ એક મુલાકત દરમિયાન જણાવ્યું હતું.

તેમના કહેવા અનુસાર તેમના મતે નાણામંત્રી દ્વારા અંદાજપત્રની રજૂઆત ખુબ જ સરસ કરવામાં આવી હતી.પરંતુ તેમાં કોઇપણ સેકટરની આંકડાકીય માહિતિ આપી ન હતી માટે હવે એનેક્ષરની રાહ જોવાની રહી.શિક્ષણ,સંરક્ષણ,આરોગ્ય જેવા વિશેષ સેકટર માટે પણ કોઇ જ આંકડા રજૂ કરાયા ન હતા.આ બજેટમાં ટેક્ષની મર્યાદા પાંચ લાખ છતાં લોકોની અપેક્ષા મુજબનું કંઇજ મળ્યું નથી.હાઉસીંગ લોન વ્યાજમાં ૧.૫ લાખનો વધારો,વન ગ્રીડ,ઇલેકટ્રીક સપ્લાય માટે સારી વાત કરી.પગાર ધારક તેમજ નના ઉદ્યોગ માટે આવકવેરામાં કોઇ ખાસ છુટ મળી નથી. વિદેશીઓને આવકારવાની યોજના બની તેમજ હવે પાન કાર્ડના બદલ આધાર કાર્ડ પણ ચાલશેનું આ બજેટમાં જણાવાયું હોવાનું તેમણે કહ્યું હતું.

Next Story