Connect Gujarat
દેશ

બજેટ ૨૦૨૦- ખેડૂતો અને મતસ્ય ઉત્પાદકો માટે યોજનાઓની લ્હાણી

બજેટ ૨૦૨૦- ખેડૂતો અને મતસ્ય ઉત્પાદકો માટે યોજનાઓની લ્હાણી
X

મોદી સરકારના બીજા કાર્યકાળનું આજે પહેલું સંપૂર્ણ બજેટ રજૂ કરવામાં આવી રહ્યું. નાણાં મંત્રી નિર્મલા સીતારમણ લોકસભામાં સવારે 11 વાગે બજેટ રજૂ કરવાની શરૂઆત કરી છે. 2022 સુધી ખેડૂતોની આવક બમણી કરવાનો લક્ષ્ય, 100 જિલ્લામાં પાણીની અછત દૂર કરવા માટે પગલાં લેવાશે, 2022 સુધીમાં 200 લાખ ટન માછલીઓનુ ઉત્પાદન કરવાનુ લક્ષ્ય નક્કી કરાયુ છે.

નાણાંમંત્રી નિર્મલા સીતારમણ જીએસટીને લઈને પણ વાત કરી , કહ્યુ જીએસટીને લાગું કરીને માળખાગત ફેરફાર કર્યા, GSTના કારણે લોકોને મહિને 4 ટકાની બચત થઈ, GSTને લીધે કરના દરોમાં ઘટાડો થયો છે

બીજા મહત્વના મુદ્દા પર નજર કર્યે તો

  • 27.1 કરોડ લોકો ગરીબી રેખાથી ઉપર આવ્યા, ઈન્સ્પેક્ટર રાજ ખતમ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
  • 5 વર્ષમાં FDI રોકાણ 28,400 કરોડ ડોલર થયું.
  • એસપીરેશનલ ઈન્ડિયાની થીમ પર બજેટ તૈયાર થયું છે.
  • 20 લાખ ખેડૂતોને સોલર પંપ ઉપલબ્ધ કરાવશું.
  • પીએમ કુસુમ સ્કીમમાં ખેડૂતોને સોલર પંપ આપવામાં આવશે.
  • 100 દુષ્કાળગ્રસ્ત જિલ્લાના વિકાસ પર કામ થશે.
  • સરકાર મોંઘવારી નિયંત્રિત કરવામાં સફળ રહી.
  • છેલ્લા 4 વર્ષમાં 60 લાખ નવા કરદાતા ઉમેરાયા.
  • ‘યુવાનોને રોજગાર આપવાનો પ્રયાસ કરીશું’.
  • દેશની જનતાએ અમને વિકાસ માટે પસંદ કર્યા છે.
  • અમે સતત જનતાનું જીવન સુધારવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
  • અર્થવ્યવસ્થાને ઝડપથી આગળ વઘારવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
  • નવી શિક્ષણ નીતિ ટૂંક સમયમાં રજૂ કરશું.
  • માર્ચ ,2021 સુધી ડિપ્લોમા માટે 150 નવી સંસ્થા ખોલાશે .
  • ગરીબ વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન ડિગ્રી પ્રોગ્રામ્સ.
  • સ્ટડી ઈન ઈન્ડિયાના પ્રોગ્રામને પ્રોત્સાહન આપવામાં આવશે.
  • નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અને નેશનલ પોલીસ યુનિવર્સિટી બનાવાશે.
  • હેલ્થ સેક્ટર માટે રૂપિયા 69,000 કરોડની ફાળવણી.
  • આયુષ્માન ભારત યોજના સાથે 20 હજાર હોસ્પિટલો જોડાઈ.
  • PPP મોડેલ હેઠળ હોસ્પિટલો તૈયાર કરવામાં આવશે.
  • PPP મોડેલ હેઠળ મેડિકલ કોલેજ ખોલવામાં આવશે.
  • આયુષ્યમાન સ્કીમમાં નવી હોસ્પિટલ ખોલવામાં આવશે.
  • વર્ષ 2025 સુધીમાં ટીબી રોગને નાબૂદ કરી દેશું.
  • સ્વચ્છ ભારત મિશન માટે રૂ. 12,300 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
  • જળજીવન મિશન માટે 3.6 કરોડ રૂપિયાની ફાળવણી.

Next Story