Connect Gujarat
Featured

આજથી બજેટ સત્રનો પ્રારંભ : રાષ્ટ્રપતિના અભિભાષણનો કૉંગ્રેસ સહિત દેશના 18 વિપક્ષી દળો કરશે બહિષ્કાર

આજથી બજેટ સત્રનો પ્રારંભ : રાષ્ટ્રપતિના અભિભાષણનો કૉંગ્રેસ સહિત દેશના 18 વિપક્ષી દળો કરશે બહિષ્કાર
X

આજે શુક્રવારથી સંસદમાં શરૂ થઈ રહેલું બજેટ સત્રમાં સવારે 11 કલાકે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના બંન્ને સદનોની સંયુક્ત બેઠકોને સંબોધન કરશે, ત્યારે બજેટ સત્રનો પ્રારંભ કરાશે, જ્યારે આગામી 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરવામાં આવશે. જોકે બજેટ સત્ર દરમ્યાન હંગામો મચે તેવી શક્યતાઓ પણ વર્તાઇ રહી છે. જેમાં વિપક્ષ દ્વારા કેન્દ્ર સરકારના 3 કૃષિ કાયદા, પૂર્વીય લદાખ ગતિરોધ, અર્થ વ્યવસ્થાની સ્થિતિ અને મોંઘવારી સહિતના મુદ્દા પર સરકારને ઘેરવાની રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે.

એક તરફ કેંદ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમણ આર્થિક સર્વેક્ષણ 2020-21 રજૂ કરશે. કોરોનાના કારણે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી 5-5 કલાકના સમયામાં સંચાલિત કરવામાં આવશે. જોકે રાજ્યસભાની કાર્યવાહી સવારના સમયે, જ્યારે લોકસભાની કાર્યવાહી સાંજે ચલાવવામાં આવશે. તો બીજી નવા કૃષિ કાયદાઓના વિરોધમાં આંદોલન કરી રહેલા ખેડૂતો પ્રતિ એકજુટતા પ્રકટ કરતા 16થી વધુ વિપક્ષી દળો આજે રાષ્ટ્રપતિના અભિભાષણનો કૉંગ્રેસ સહિત દેશના 18 વિપક્ષી દળોએ બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે. વિપક્ષના નેતાઓએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, ખેડૂતોની માંગને લઈને ભાજપ સરકાર અહંકારી બનીને બેઠી છે. સરકારની અસંવેદનશીલતાથી સ્તબ્ધ વિપક્ષી દળો ત્રણેય કૃષિ કાયદાઓને પરત લેવાની માંગ કરી રહ્યા છે. તો સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યુ હતું કે, વિપક્ષી દળોના આ નિર્ણય ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. ઉપરાંત રાષ્ટ્રપતિ રાજનીતિથી ઉપર હોવાથી જ્યારે અમે વિપક્ષમાં હતા, ત્યારે ક્યારેય આવુ ક્યારેય નથી કર્યુ. જોકે સરકારે ખેડૂતો સાથે વાત કરી કાયદામાં ફેરફાર માટે પણ તૈયારી બતાવી હતી. પરંતુ ખેડૂતો ફક્ત કૃષિ કાયદા રદ્દ કરવા માંગતા હતા. જે શક્ય ન હોવાથી બંન્ને સદનોમાં વિસ્તૃત ચર્ચા બાદ બિલ પસાર થયું હતું.

Next Story