Connect Gujarat
બિઝનેસ

પીએફના પૈસા ઉપાડવા માટે ઉપયોગી છે ફોર્મ 10સી, જાણો વધુ

જ્યારે કર્મચારી કોઈ કંપનીમાંથી નિવૃત્ત થાય છે અને પીએફમાંથી તેના પૈસા ઉપાડવા માંગે છે, ત્યારે તેને ફોર્મ 10સીની જરૂર પડે છે.

પીએફના પૈસા ઉપાડવા માટે ઉપયોગી છે ફોર્મ 10સી, જાણો વધુ
X

જો તમે એમ્પ્લોય પેન્શન ફંડ (ઇપીએફ) સાથે સંકળાયેલા છો, તો આ તમારા કામના સમાચાર છે. ઇપીએફને એમ્પ્લોયર પેન્શન યોજના (ઇપીએસ) તરીકે પણ ઓળખવામાં આવે છે. તે સરકારી પેન્શન ફંડ બોડી ઇપીએફઓ દ્વારા સંચાલિત છે. ઓપચારિક ક્ષેત્ર અથવા સંગઠિત ક્ષેત્રોમાં કામ કરતા કર્મચારીઓને ફક્ત આ ભંડોળમાંથી જ પેન્શન આપવામાં આવે છે.

ઇપીએફમાં કર્મચારી અને તેની કંપની બંને કેટલાક ફાળો આપે છે. કર્મચારીના પગારનો અમુક હિસ્સો પેન્શન ફંડમાં જાય છે, જેમાંથી તેને નિવૃત્તિ પર પેન્શન તરીકે નિશ્ચિત રકમ મળે છે. આ કાર્ય યુનિવર્સલ એકાઉન્ટ નંબર (યુએન) દ્વારા કરવામાં આવે છે અને આ ક્રમમાં ફોર્મ 10સીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

જ્યારે કોઈ કર્મચારી કંપનીમાંથી નિવૃત્ત થાય છે, ત્યારે તેની સાથે બે વિકલ્પો રહે છે. જો તે બીજી કંપનીમાં જોડાય છે, તો તે તેમાં પીએફના પૈસા આગળ લઇ શકે છે. બીજા વિકલ્પ તરીકે જો તે ઇચ્છે તો તે પીએફ પાસેથી પૈસા ઉપાડી શકે છે. આવી સ્થિતિમાં જો કર્મચારી પીએફના પૈસા ઉપાડવા માંગે છે તો તેને ફોર્મ 10સી ભરવાની જરૂર છે. આ માટે તેને યુએન નંબરની પણ જરૂર છે.

કર્મચારીના ઇપીએફ પ્રમાણપત્રમાં તેની સેવાની લંબાઈ અને તેના પરિવારના સભ્યોની વિગતો શામેલ છે. કોઈ કારણસર કર્મચારીનું મૃત્યુ થાય છે, તો પછી નોમિનીને પીએફ નાણાં મળે છે. આ લાભ ત્યારે જ મળશે જ્યારે કર્મચારી ફોર્મ 10સી ભરશે.

ફોર્મ 10સી ભરવાના કેટલાક દિવસો પછી કર્મચારીના બેન્ક એકાઉન્ટમાં પીએફના રૂપિયા ટ્રાન્સફર થઈ જાય છે. જોકે, આનો લાભ બધા કર્મચારીઓને નથી મળતો. આના સાથે કેટલીક શરતો જોડાયેલી છે, જેમ કે જો કોઈ કર્મચારીએ 10 વર્ષની સર્વિસ પહેલા નોકરીથી રાજીનામું આપે અથવા તો કોઈ કંપનીમાં 10 વર્ષની નોકરી કર્યા વગર કર્મચારીની ઉમર 58 વર્ષ થઈ જાય વગેરે. આ સાથે જ કર્મચારીના કાયમી રિટાયરમેંટ થવાના પહેલાથી જ ફોર્મ 10સીનો ફાયદો ઉઠાવી શકે છે.

Next Story