Connect Gujarat
બિઝનેસ

ક્રૂડ ઓઈલના ભાવમાં 23 ડોલરનો ઉછાળો, શું ફરી વધશે ભાવ ?

દેશની અગ્રણી ઓઈલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કર્યા છે. આજે પણ દેશભરમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.

ક્રૂડ ઓઈલના ભાવમાં 23 ડોલરનો ઉછાળો, શું ફરી વધશે ભાવ ?
X

દેશની અગ્રણી ઓઈલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કર્યા છે. આજે પણ દેશભરમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. આ સાથે ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયાને 94 દિવસ થઈ ગયા છે. મતલબ કે દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ૩ મહિના ઉપરાંતથી સ્થિર છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતો સતત ઝડપથી વધી રહી છે. શનિવારે પણ ક્રૂડ ઓઇલની કિંમતમાં જબરદસ્ત વધારો જોવા મળી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમત 93.27 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગઈ છે. ક્રૂડ ઓઈલના ભાવમાં સતત થઇ રહેલ વધારો સમગ્ર વિશ્વ માટે ચિંતાનો વિષય છે.આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં 70 ડૉલરની નીચે રહેલું ક્રૂડ ઑઇલ બે મહિનામાં 23 ટકાથી વધુ વધીને 5 ફેબ્રુઆરી શનિવારના રોજ 93.27 ડૉલર પર પહોંચી ગયું છે.

ક્રૂડ ઑઇલના ભાવમાં વધારો ચાલુ રહ્યો છે. આજે શનિવારે તે 93.27 ડોલર પર પહોંચ્યું છે. WTI ક્રૂડ 2.26 ટકા વધીને 92.31 ડૉલર પર પહોંચ્યું જે શુક્રવારે 90.92 ડૉલર હતું. આજે બ્રેન્ટ ક્રૂડ 2.37 ટકા વધીને 93.27 ડોલર પર છે જે શુક્રવારે 91.59 ડોલર હતું.આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમતો ઝડપથી વધી રહી છે પરંતુ ભારતની સામાન્ય જનતા પર તેની કોઈ અસર થઈ રહી નથી. પેટ્રોલ અને ડીઝલની કિંમત વિશ્વભરમાં ક્રૂડ ઓઈલની કિંમતોના આધારે નક્કી કરવામાં આવે છે. ક્રૂડ ઓઈલની કિંમતો ઝડપથી વધી રહી છે પણ સામે આપણા દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ 3 મહિનાથી સ્થિર છે. એટલા માટે દેશના તમામ મોટા શહેરો અને જિલ્લાઓમાં પેટ્રોલ અને ડીઝલ જૂના ભાવે વેચાઈ રહ્યા છે.

Next Story