Connect Gujarat
બિઝનેસ

અદાણીના શેરમાં જોરદાર તેજી, રોકાણકારોને કરાવી રહ્યા છે બમ્પર કમાણી...

અદાણી શેર રોકાણકારોને બંપર કમાણી કરાવી રહ્યા છે. અદાણી એન્ટરપ્રાઇઝ શેરોમાં જોરદાર તેજી જોવા મળી રહી છે.

અદાણીના શેરમાં જોરદાર તેજી, રોકાણકારોને કરાવી રહ્યા છે બમ્પર કમાણી...
X

અદાણી શેર રોકાણકારોને બંપર કમાણી કરાવી રહ્યા છે. અદાણી એન્ટરપ્રાઇઝ શેરોમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. કારોબારી દિવસ બજારમાં આ શેર 52 અઠવાડિયાના રેકોર્ડ લેવલ પર પહોંચી ગયો છે. બીએસઇ પર આ શેરમાં રેકોર્ડ તેજી જોવા મળી છે. ત્યારબાદ સ્ટોકએ બજારમાં 3506 રૂપિયા લેવલ પર નવો હાઇ બનાવ્યો છે. તો બીજી તરફ, આ મહિને શેરને નિફ્ટી 50ની યાદીમાં સામેલ કરવામાં આવી રહ્યો છે.

તમને જણાવી દઇએ કે, શ્રી સિમેન્ટની જગ્યાએ હવે નિફ્ટી 50ની યાદીમાં અદાણી એન્ટરપ્રાઇઝને મળશે. 30 સપ્ટેમ્બર 2022થી આ શેર નિફ્ટીની યાદીમાં જોવા મળશે. ઘરેલૂ બ્રોકરેજ અને રિસર્ચ ફર્મ એડલવાઇસના અનુસાર આ મહિનાના અંત સુધી અદાણી એન્ટરપ્રાઇઝને નિફ્ટી 50 ઇન્ટેક્સમાં સામેલ કરવાથી લગભગ 28.5 કરોડ ડોલરનું રોકાણ આવવાની આશા છે. અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ (એઇએલ) ઇન્ડિયન અદાણી ગ્રુપની પ્રમુખ ફોર્મ છે, જેનું હેડક્વાર્ટર અમદાવાદમાં છે. આ શેરને YTD સમયમાં અત્યાર સુધી 101.10 ટકાનું રિટર્ન આપવામાં આવ્યું છે. જાન્યુઆરીમાં આ શેરની વેલ્યૂ 1716 ના લેવલ પર હતી. ગત 8 મહિનામાં શેરની કિંમતમાં 1,735.40 રૂપિયાની તેજી આવી છે. અને ચાલુ નાણાકીય વર્ષના જૂનમાં સમાપ્ત પ્રથમ ત્રિમાસિકમાં કંપનીનો શુદ્ધ નફો 73 ટકા વધીને ₹469 કરોડ થઇ ગયો, જ્યારે 30 જૂનના સમાપ્ત ત્રિમાસિક માટે તેનું રેવન્યૂ 223 ટકા વાર્ષિક (YoY) વધીને ₹41,066 કરોડ થઇ ગયો.

Next Story