Connect Gujarat
બિઝનેસ

અદાણી સૌથી ધનિક વ્યક્તિ, મુકેશ અંબાણી પાછળ ધકેલાયા

છેલ્લા બે દિવસથી ભારતીય શેરબજારમાં મંદીનો માહોલ છવાયો છે અને કરોડો રૂપિયાનું ધોવાણ થઇ રહ્યું છે

અદાણી સૌથી ધનિક વ્યક્તિ, મુકેશ અંબાણી પાછળ ધકેલાયા
X

છેલ્લા બે દિવસથી ભારતીય શેરબજારમાં મંદીનો માહોલ છવાયો છે અને કરોડો રૂપિયાનું ધોવાણ થઇ રહ્યું છે ત્યારે રિલાયન્સના શેર્સ સતત ઘટી રહ્યા છે. તેની અસર રૂપે મુકેશ અંબાણીની સંપત્તિમાં મોટા પ્રમાણમાં ધોવાણ થયું અને આજે 25 જાન્યુઆરી 2022 ના રોજ ગૌતમ અદાણી ભારતના સૌથી ધનવાન વ્યક્તિ બની ગયા છે. ફોર્બ્સના રિયલ ટાઈમ નેટવર્થ ડેટા મુજબ ગૌતમ અદાણીની વેલ્થ 90 અબજ ડોલર (રૂ. 6.72 લાખ કરોડ) છે જ્યારે મુકેશ અંબાણીની સંપત્તિ 89.8 અબજ ડોલર (રૂ. 6.71 લાખ કરોડ) છે.

બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)ના આંકડા પ્રમાણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં બે દિવસ દરમિયાન રૂ. 155 થી વધુ નું ધોવાણ થયું છે. આ લખાય છે ત્યારે રિલાયન્સના શેર 2.29% ઘટીને રૂ. 2323.05 પર ટ્રેડ થઈ રહ્યો છે. વિતેલા પાંચ ટ્રેડિંગ સેશનમાં રિલાયન્સના શેર રૂ. 200 જેવો તૂટ્યો છે. ફોર્બ્સના આંકડા મુજબ બે દિવસમાં મુકેશ અંબાણીની સંપત્તિ 7 અબજ ડોલર (રૂ. 52,000 કરોડ) ઘટી છે.ફોર્બ્સના રિયલ ટાઈમ ડેટા પ્રમાણે 31 ડિસેમ્બરે ગૌતમ અદાણીની નેટવર્થ 78 અબજ ડોલર (રૂ. 5.82 લાખ કરોડ) હતી જે 18 જાન્યુઆરી 2022ના રોજ 93 અબજ ડોલર (રૂ. 6.95 લાખ કરોડ) રહી હતી. આ લખાય છે ત્યારે 25 જાન્યુઆરીએ અદાણીની સંપત્તિ 90 અબજ ડોલર (રૂ. 6.72 લાખ કરોડ) છે. આ હિસાબે નવા વર્ષમાં ગૌતમ અદાણીની સંપત્તિમાં દૈનિક રૂ. 6000 કરોડથી પણ વધારેનો ઉમેરો થઈ રહ્યો છે.અદાણી ગ્રૂપની 6 કંપની ભારતીય સ્ટોક માર્કેટમાં લિસ્ટેડ છે. આ વર્ષે જાન્યુઆરીમાં જ અત્યાર સુધીમાં આ તમામ કંપનીઓ માં 5%થી લઈને 45% સુધીનું રિટર્ન જોવા મળ્યું છે. ખાસ કરીને ગ્રૂપની એનર્જી કંપનીના શેરના ભાવમાં સૌથી વધું તેજી રહી છે

Next Story