Connect Gujarat
બિઝનેસ

પેટ્રોલ-ડીઝલ બાદ CNGના ભાવ પણ ભડકે બળ્યા,વાંચો કેટલો થયો વધારો !

પેટ્રોલ-ડીઝલ બાદ CNGના ભાવ પણ ભડકે બળ્યા,વાંચો કેટલો થયો વધારો !
X

પેટ્રોલ-ડીઝલના દરરોજ વધતા ભાવથી મોંઘવારીનો માર સહન કરી રહેલા સામાન્ય માનવી ઉપર હવે સરકારે મોંઘવારીનો ડબલ એટેક કર્યો છે પેટ્રોલ-ડીઝલ બાદ CNGના ભાવમાં પણ સતત વધારો કરવામાં આવી રહ્યો છે જેના કારણે પ્રજાના હાલબેહાલ થયા છે. સામાન્ય નાગરિકોને વાહન ચાલવવું મુશ્કેલ બની રહ્યં છે.

અદાણીએ ફરી એકવાર CNGના ભાવમાં ધરખમ વધારો કર્યો છે, અદાણીએ CNGના ભાવમાં પ્રતિ કિલોએ 1.5 રૂપિયાનો વધારો કરતા હવે આજથી CNG પ્રતિ કિલો 62.99 રૂપિયા મોંઘુ બન્યું છે, જ્યારે આ તરફ અદાણી બાદ ગુજરાત ગેસ કંપનીએ CNG ભાવમાં 2.68 રૂપિયાનો વધારો કર્યો છે તો PNGના ભાવમાં પણ 1.35 રૂપિયા વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. જે બાદ હવે ગરીબ અને મધ્યમ વર્ગ પર મોંઘવારીનો બેવડો માર સહન કરવાનો વારો આવ્યો છે. ગઈ સાલ ૪ ઓક્ટોબરના રોજ પણ સીએનજી-પીએનજીના ભાવ વધારાયા હતા. એ વખતે રાજધાની દિલ્હીમાં સીએનજીની કિંમત વધીને પ્રતિકિલો રૂ.42.70 અને પીએનજીની કિંમત વધીને પ્રતિ એસસીએમ રૂ.27.50 થઈ હતી.

Next Story