Connect Gujarat
બિઝનેસ

શું તમે ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો? તો અહીં મળશે સૌથી સસ્તી હોમ લોન

શું તમે ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો? તો અહીં મળશે સૌથી સસ્તી હોમ લોન
X

વૈશ્વિક કોરોના મહામારીને લોકોને સમજાવી દીધું છે કે પોતાનું ઘર હોવું કેટલું જરૂરી છે. જ્યારે લોકો પાસે નોકરી ન હતી ત્યારે પણ તેમણે ભાડું ચૂકવવું પડતું હતું. આથી લોકોને લાગી રહ્યું છે કે જો પોતાનું ઘર હોય તો મુશ્કેલ સમયમાં ભાડું ચૂકવવામાંથી તો છૂટકારો મળી શકે છે. આથી કોરોના મહામારી બાદ લોકો પોતાનું ઘર ખરીદવામાં વધારે રસ દાખવી રહ્યા છે. ઘર ખરીદવા માટે મોટાભાગના લોકો હોમ લોન લેતા હોય છે. જો તમે પણ ઘર ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો અમે તમને કેટલીક અગત્યની વાતો જણાવી રહ્યા છીએ.

હાલ અનેક બેંકો તમને ઓછા વ્યાજ પર હોમ લોન આપી રહી છે. Bankbazaar.comના આંકડા પ્રમાણે ઓછામાં ઓછી 16 ફાઇનાન્સિયલ બેંક અને હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ સાત ટકાથી ઓછા દરે રૂપિયા 75 લાખ સુધીની લોન આપી રહી છે. જેમાં ખાનગી બેંક કોટક મહિન્દ્રા (Kotak Mahindra Bank) અને સરકારના સ્વામિત્વ વાળી પંજાબ એન્ડ સિંધ બેંક (Punjab & Sind Bank) 6.65 ટકાથી શરૂ થઈ રહ્યો છે. આ બંને બેંક સૌથી ઓછા દરે વ્યાજ આપી રહી છે.

બેંકબઝારના જણાવ્યા પ્રમાણે સપ્ટેમ્બર 2019માં સૌથી ઓછો હોમદર 8.40 ટકા હતો. જ્યારે જુલાઈ 2021માં સૌથી ઓછો વ્યાજદર 6.49-6.95 રેન્જમાં હતો. માર્ચ અને મે 2020માં ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા હોમ લોનને રેપો રેટ સાથે જોડવાનો આદેશ કર્યાં બાદ હોમ લોનના દરમાં ઘટાડો થયો હતો.

હકીકતમાં ભારતીય રિઝર્વ બેંકે એક વર્ષ કરતા વધુ સમયથી રેપો રેટનો ચાર ટકાથી નીચલા સ્તર પર રાખ્યો છે. જેના કારણે બેંકોને પોતાનો વ્યાજદર ઓછો કરવામાં મદદ મળી છે. આ જ કારણ છે કે બેંકોએ ઓક્ટોબર 2020 બાદ અનેક બેંકોએ પોતાનો વ્યાજદર ઘટાડી દીધો છે. જેનો સીધો ફાયદો હાલ ગ્રાહકોને મળી રહ્યો છે.

Next Story