Connect Gujarat
બિઝનેસ

જાન્યુઆરી મહિનામાં કુલ 16 દિવસ બેંકો રહેશે બંધ,વાંચો તમારા વિસ્તારનું લિસ્ટ

નવા વર્ષમાં જો તમારે બેન્ક સાથે જોડાયેલા કામ છે અથવા બ્રાન્ચનો ધક્કો ખાવો પડે તેમ છે.

જાન્યુઆરી મહિનામાં કુલ 16 દિવસ બેંકો રહેશે બંધ,વાંચો તમારા વિસ્તારનું લિસ્ટ
X

નવા વર્ષમાં જો તમારે બેન્ક સાથે જોડાયેલા કામ છે અથવા બ્રાન્ચનો ધક્કો ખાવો પડે તેમ છે. તો જાન્યઆરી મહિનામાં તમારા વિસ્તામાં બેન્ક કેટલા દિવસ બંધ રહેવાની છે તેનું લિસ્ટ જરૂરથી જોઈ લેજો. જણાવી દઈએ તે જાન્યુઆરીમાં બેન્ક કુલ 16 દિવસ બંધ રહેવાની છે. આ લિસ્ટમાં રાજ્યોની રજાઓ પણ શામેલ છે. તો તમે પોતાના શહેરોના નામ જોઈને જ બેન્ક જવાનું પ્લાન બનાવજો. રિઝર્વ બેન્કની તરફથી બેન્કિંગ હોલિડે કેલેન્ડર દર વર્ષે શરૂઆતમાં જાહેર કરવામાં આવે છે. જેથી કર્મચારીઓ અને ગ્રાહકોને મુશ્કેલી ન પડે. RBIની તરફથી જાહેર કરવામાં આવેલા લિસ્ટમાં દરેક રાજ્યોના હિસાબથી રજાઓ આપવામાં આવી છે. તો તમે પણ રાજ્યોની રજાઓ ચેક કરી લો. જણાવી દઈએ કે 16 રજાઓ દરેક રાજ્ય અને શહેરો પર લાગુ નથી થતી.

બેન્ક હોલિ ડે લિસ્ટ

1 જાન્યુઆરી 2022 - નવા વર્ષને કારણે રજા (આઈઝોલ, શિલોંગ, ચેન્નાઈ અને ગંગટોક)

2 જાન્યુઆરી, 2022 - રવિવારના કારણે બેંકો બંધ રહેશે

3 જાન્યુઆરી, 2022 - સિક્કિમ (આઈઝોલ અને ગંગટોક)માં નવું વર્ષ અને લાસુંગ રજા

4 જાન્યુઆરી 2022 - સિક્કિમ (ગંગટોક)માં લાસુંગ તહેવારની રજા રહેશે.

8 જાન્યુઆરી 2022 - બીજો શનિવાર

9 જાન્યુઆરી 2022 - ગુરુ ગોવિંદ સિંહ જયંતિ અને રવિવારના રોજ બેંક બંધ

11 જાન્યુઆરી 2022 - મિશનરી ડે મિઝોરમ (આઈઝોલ)

12 જાન્યુઆરી 2022 - સ્વામી વિવેકાનંદ જયંતિની રજા રહેશે (કોલકાતા)

14 જાન્યુઆરી 2022 - ઘણા રાજ્યોમાં (અમદાવાદ અને ચેન્નાઈ) મકરસંક્રાંતિની રજા રહેશે.

15 જાન્યુઆરી 2022 - આંધ્રપ્રદેશ, પુડુચેરી, તમિલનાડુમાં પોંગલ પર રજા રહેશે

16 જાન્યુઆરી 2022 - સમગ્ર દેશમાં સાપ્તાહિક રજા

18 જાન્યુઆરી 2022 - થાઈપુસમ ફેસ્ટિવલ (ચેન્નઈ)

22 જાન્યુઆરી 2022 - ચોથો શનિવાર

23 જાન્યુઆરી 2022 - નેતાજી સુભાષ ચંદ્ર બોઝ જયંતિ, સમગ્ર દેશમાં સપ્તાહની રજા

26 જાન્યુઆરી 2022 - સમગ્ર દેશમાં પ્રજાસત્તાક દિવસની રજા રહેશે

30 જાન્યુઆરી 2022 - રવિવાર

Next Story