Connect Gujarat
બિઝનેસ

બિલ ગેટ્સે સોશિયલ મીડિયા પર શેર કર્યો પોતાનો 48 વર્ષ જૂનો બાયોડેટા, લોકોએ કહ્યું- 'શાનદાર'

વિશ્વના સૌથી અમીર લોકોની યાદીમાં સામેલ માઇક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સનું રિઝ્યૂમે આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બનેલું છે.

બિલ ગેટ્સે સોશિયલ મીડિયા પર શેર કર્યો પોતાનો 48 વર્ષ જૂનો બાયોડેટા, લોકોએ કહ્યું- શાનદાર
X

વિશ્વના સૌથી અમીર લોકોની યાદીમાં સામેલ માઇક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સનું રિઝ્યૂમે આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બનેલું છે. વાસ્તવમાં, માઇક્રોસોફ્ટના વડા અબજોપતિ બિલ ગેટ્સે પોતે આ રિઝ્યૂમે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ 48 વર્ષ જૂના એક પાનાના રેઝ્યૂમેનો ઉપયોગ ગેટ્સે નોકરી માટે અરજી કરતી વખતે પોતે કર્યો હતો.


60 વર્ષીય બિલ ગેટ્સે સોશિયલ મીડિયા પર પોતાનો 48 વર્ષ જૂનો બાયોડેટા શેર કરતા લખ્યું કે આજના યુવાનોનો બાયોડેટા દેખીતી રીતે તેમના કરતા વધુ સારો હશે. બિલ ગેટ્સે LinkedIn પર લખ્યું છે કે તમે કાં તો તાજેતરના સ્નાતક છો અથવા કૉલેજ ડ્રોપઆઉટ છો, પરંતુ તમારો રેઝ્યૂમે મારા 48 વર્ષ જૂના રિઝ્યૂમે કરતાં ચોક્કસપણે સારો હશે.

તમને જણાવી દઈએ કે માઈક્રોસોફ્ટના વડા દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા રેઝ્યૂમે અથવા રિઝ્યૂમે અનુસાર, તેણે સિસ્ટમ સ્ટ્રક્ચર, ડેટાબેઝ મેનેજમેન્ટ, કમ્પ્યુટર ગ્રાફિક્સ સાથે સંબંધિત કોર્સ કર્યા હતા. જ્યારે માઈક્રોસોફ્ટના વડા બિલ ગેટ્સે પોતે સોશિયલ મીડિયા પર પોતાનો 48 વર્ષ જૂનો રિઝ્યૂમે શેર કર્યો ત્યારે મોટી સંખ્યામાં સોશિયલ મીડિયા યુઝર્સે તેમનો આભાર માન્યો હતો.

Next Story