Connect Gujarat
બિઝનેસ

ક્રેડિટ પોલિસી જાહેર - RBIએ વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી

રિઝર્વ બેંકની મોનેટરી પોલિસી કમિટી (MPC) એ સતત 10મી બેઠકમાં પોલિસી રેટ સ્થિર રાખ્યા છે.

ક્રેડિટ પોલિસી જાહેર - RBIએ વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી
X

રિઝર્વ બેંકની મોનેટરી પોલિસી કમિટી (MPC) એ સતત 10મી બેઠકમાં પોલિસી રેટ સ્થિર રાખ્યા છે. આ બેઠક એવા સમયે થઈ છે જ્યારે દોઢ વર્ષથી વધુ સમય સ્થિર રહ્યા બાદ વ્યાજદરમાં વધારો કરવાનું દબાણ હતું. બીજી તરફ કોરોનાના નવા ઓમિક્રોન વેરિઅન્ટે ફરીથી અર્થવ્યવસ્થાના પડકારો ઉભા કર્યા છે. MPCએ રેપો રેટ ચાર ટકાના દરે રાખ્યો છે. રિવર્સ રેપો રેટ પણ 3.35 ટકાના જૂના સ્તરે યથાવત છે. રિઝર્વ બેંકે અર્થતંત્રને ટેકો આપવા માટે એકોમોડેટીવ વલણ અપનાવવાનું નક્કી કર્યું છે.

વર્તમાન પરિસ્થિતિમાં બજારના નિષ્ણાતોને પહેલેથી જ અપેક્ષા હતી કે RBI ગવર્નર શક્તિકાંત દાસ ગયા વખતની જેમ પોલિસી રેટમાં કોઈ ફેરફાર નહીં કરે. રિઝર્વ બેંકની એમપીસીની આ સતત 10મી બેઠક છે, જેમાં નીતિગત દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. મે 2020 પછી રેપો રેટ ઐતિહાસિક નીચલા સ્તરે છે. મે 2020 ની બેઠકમાં RBI એ રેપો રેટ ઘટાડીને 4 ટકા કર્યો જે છેલ્લા 21 વર્ષમાં તેનું સૌથી નીચું સ્તર છે.

Next Story