Connect Gujarat
બિઝનેસ

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલનાં ભાવમાં જબરદસ્ત ઘટાડો, શું હવે ઘટશે પેટ્રોલ ડીઝલના ભાવ ?

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલનાં ભાવમાં જબરદસ્ત ઘટાડો, શું હવે ઘટશે પેટ્રોલ ડીઝલના ભાવ ?
X

આંતરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવ સતત ઘટયા છે. સતત ઘટી રહેલા ભાવ છતાં સ્થાનિક કક્ષાએ પેટ્રોલ ડીઝલનાં ભાવમાં કોઈ ઘટાડો નથી જોવા મળી રહ્યો. ઇંડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા આજે પેટ્રોલ ડીઝલનાં લેટેસ્ટ ભાવની જાહેરાત કરી દેવામાં આવી છે. જે અનુસાર સવારે છ વાગ્યે થયેલી અપડેટ મુજબ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પેટ્રોલના ભાવ 96 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલનાં ભાવ 89 રૂપિયા પ્રતિ લિટર ચાલી રહ્યા છે. સતત 92 દિવસથી દેશમાં પેટ્રોલ ડીઝલનાં ભાવમાં ઓઇલ કંપનીઓ દ્વારા ખાસ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

આજે આંતરરાષ્ટ્રીય બજારમાં ઓઇલનાં ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. એટલો મોટો ઘટાડો કે ભાવ હવે પર બેરલ 95 ડોલર સુધી આવી ગયા છે.WTI ક્રૂડના ભાવ 90 ડોલર પર બેરલ સુધી નિચે આવી ગયા છે અને આજે 89.65 ડોલર પર બેરલ સુધી આવી ગયા છે. તો ગ્લોબલ ઓઇલ બેન્ચમાર બ્રેન્ટ ક્રૂડ 95.51 ડોલર પ્રતિ બેરલ પર ટકી રહ્યા છે.

Next Story