Connect Gujarat
બિઝનેસ

દિવાળી પૂર્વે સોનાના ભાવમાં ઘટાડો,વાંચો આજનો ભાવ

મલ્ટી કોમોડીટી એક્સચેન્જ પર આજે ડિસેમ્બરની ડીલીવરીવાળા સોનાની કિંમત 0.12% ઘટી ગઇ છે

દિવાળી પૂર્વે સોનાના ભાવમાં ઘટાડો,વાંચો આજનો ભાવ
X

તહેવારની સિઝનમાં સોના ચાંદીના ભાવમાં ઉતાર-ચડાવ થઇ રહ્યો છે. ત્યારે જો તમારે ગોલ્ડ ખરીદવાનો વિચાર હોય તો આ ઉત્તમ તક છે.મલ્ટી કોમોડીટી એક્સચેન્જ પર આજે ડિસેમ્બરની ડીલીવરીવાળા સોનાની કિંમત 0.12% ઘટી ગઇ છે. જ્યારે ચાંદીની કિંમતમાં ફણ 0.26% ઘટાડો નોંધાયો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર આજે સોનાનો ભાવ 48,141 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નોંધાયો છે. એટલે કે રેકોર્ડ સ્તર કરતાં હજું પણ 8059 રૂપિયા સસ્તુ સોનું મળી રહ્યું છે. આજે ચાંદીના ભાવમાં પણ ઘટાડો નોંધાયો છે.0.26% ઘટીને ચાંદીનો ભાવ 65,964 રૂપિયા પ્રતિ 1 કિલો થઇ ગયો છે.

Next Story