Connect Gujarat
બિઝનેસ

આજે શેરબજારમાં પ્રારંભિક તેજી, રિકવરની આશા

વિશ્વ ગ્લોબલ માર્કેટમાંથી મળેલા મિશ્ર પ્રતિસાદ બાદ ઘરેલુ શેરબજારમાં ઘટાડાનું વલણ જોવા મળ્યું છે. કારોબારી સત્રની શરૂઆતમાં સેન્સેક્સ અને નિફ્ટી લાલ નિશાન સાથે ખુલ્યા

આજે શેરબજારમાં પ્રારંભિક તેજી, રિકવરની આશા
X

વિશ્વ ગ્લોબલ માર્કેટમાંથી મળેલા મિશ્ર પ્રતિસાદ બાદ ઘરેલુ શેરબજારમાં ઘટાડાનું વલણ જોવા મળ્યું છે. કારોબારી સત્રની શરૂઆતમાં સેન્સેક્સ અને નિફ્ટી લાલ નિશાન સાથે ખુલ્યા. સત્રની શરૂઆતમાં 30 અંક વાળો સેન્સેક્સ 52,897.16 પર ખુલ્યો અને બીજી બાજુ 50 અંક વાળો નિફ્ટી 15,774.50 અંક પર ખુલ્યો. છે

બલ માર્કેટમાંથી મળેલા મિક્સ સંકેત બાદ ઘરેલુ શેરબજારમાં ઘટાડાનું વલણ જોવા મળ્યું છે. કારોબારી સત્રની શરૂઆતમાં સેન્સેક્સ અને નિફ્ટી લાલ નિશાન સાથે ખુલ્યા. સત્રની શરૂઆતમાં 30 અંક વાળો સેન્સેક્સ 52,897.16 પર ખુલ્યો અને બીજી બાજુ 50 અંક વાળો નિફ્ટી 15,774.50 અંક પર ખુલ્યો. પ્રી ઓપન સેશન દરમિયાન સેન્સેક્સ 30માંથી 12 શેર લાલ નિશાન સાથે કારોબાર કરતા જોવા મળ્યા. જો કે થોડીવાર બાદ શેર બજારમાં હરિયાળી જોવા મળી. શરૂઆતના કારોબારમાં જ સેન્સેક્સ 200 અંક ઉછળીને 53,278.19 પર પહોંચી ગયો. જ્યારે નિફ્ટી 68 અંકની તેજી સાથે 15,867.25 પર પહોંચ્યો.બીજી બાજુ ગ્લોબલ માર્કેટમાં મિક્સ ટ્રેન્ડ જોવા મળ્યા. બુધવારે ડાઉન જોન્સ માં 82 અંકની લીડ જોવા મળી અને તે 31,029.31 ના લેવલ પર બંધ થયો. જ્યારે S&P 500 માં 0.07 ટકાનો ઘટાડો જોવા મળ્યો. આ ઉપરાંત નાસ્ડેક માં પણ નબળાઈ જોવા મળી. બજારમાં સતત વેચવાલીનું દબાણ રહ્યું. નિષ્ણાતોને આશા છે કે આ સપ્તાહમાં ભારતીય શેરબજાર રિકવર કરશે.

Next Story