Connect Gujarat
બિઝનેસ

4G ગ્રાહકો માટે જિયોની ધમાકેદાર ઓફર, જિયોફોન નેક્સ્ટ પર આટલા રૂપિયાનું મળશે ડિસ્કાઉન્ટ

જો તમારી પાસે તમારા ઘરમાં કોઈ જૂનો 4G ફોન છે, તો તમે જિયોફોન નેક્સ્ટ પર સરળતાથી રૂ.2000નું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો

4G ગ્રાહકો માટે જિયોની ધમાકેદાર ઓફર, જિયોફોન નેક્સ્ટ પર આટલા રૂપિયાનું મળશે ડિસ્કાઉન્ટ
X

જો તમારી પાસે તમારા ઘરમાં કોઈ જૂનો 4G ફોન છે, તો તમે જિયોફોન નેક્સ્ટ પર સરળતાથી રૂ.2000નું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. રિલાયન્સ રિટેલે મર્યાદિત સમય માટે જિયોફોન નેક્સ્ટ 'એક્સચેન્જ ટુ અપગ્રેડ' ઓફર લોન્ચ કરી છે. જિયોફોન નેક્સ્ટની કિંમત 6499 રૂપિયા છે, જે ડિસ્કાઉન્ટ બાદ કરીને 4499 રૂપિયા થઈ જશે. રિલાયન્સ જિયો અને ગૂગલે સાથે મળીને કરેલા સંશોધનના પરિણામે સસ્તો સ્માર્ટફોન જિયોફોન નેક્સ્ટ તૈયાર કરવામાં આવ્યો છે.

આ ઓફર હેઠળ કોઈપણ કંપનીનો 4G ફીચર ફોન અથવા સ્માર્ટફોન આપી શકાય છે. ગ્રાહકો જૂનો 'જિયોફોન' આપીને 2000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ મેળવી શકે છે. મતલબ કે જો તમારી પાસે જૂનો 4G ફીચર ફોન હોય તો પણ તમે આ ઓફરનો લાભ લઈ શકો છો. ડિસ્કાઉન્ટનો લાભ લેવા માટે તમારે તમારી નજીકના જિયોમાર્ટ અને રિલાયન્સ ડિજિટલ સ્ટોરની મુલાકાત લેવાની રહેશે અને 4G ફોન આપવાનો રહેશે. આ પછી તમને 6599 રૂપિયાનો જિયોફોન નેક્સ્ટ માત્ર 4499 રૂપિયામાં મળશે. જિયોફોન નેક્સ્ટના લોન્ચિંગ સમયે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સીએમડી મુકેશ અંબાણીએ કહ્યું હતું કે "જે ભારતીયો અંગ્રેજી અથવા તેમની પોતાની ભાષામાં સામગ્રી વાંચી શકતા નથી તેઓ આ સ્માર્ટ ઉપકરણ પર તેમની પોતાની ભાષામાં અનુવાદ કરી શકે છે અને વાંચી પણ શકે છે". મને કહેતા ગર્વ થાય છે કે અમે 'ઇન્ડિયા' અને 'ભારત' વચ્ચેના અંતરને સમાપ્ત કરી રહ્યા છીએ કારણ કે ભારત પ્રગતિ OS સાથે ડિજિટલ પ્રગતિ કરશે.

આ સ્માર્ટફોનમાં ઘણા શાનદાર ફીચર્સ છે. તેના કેમેરામાં જ ટ્રાન્સલેશન ફીચર છે. અનુવાદ સુવિધા દ્વારા, કોઈપણ ભાષાના ટેક્સ્ટનો ફોટો લઈને તમે તેને તમારી પોતાની ભાષામાં અનુવાદિત કરી શકો છો અને તેને સાંભળી પણ શકો છો. જિયોફોન નેક્સ્ટમાં મેન્યુઅલ ટાઈપિંગની કોઈ તકલીફ નથી. તમે લાઇવ ટ્રાન્સ્ક્રાઈબ એપ્લિકેશનનો ઉપયોગ કરીને તમારી પોતાની ભાષામાં સરળતાથી ટાઈપ કરી શકો છો. તમે તેમાં ઓટીજી સપોર્ટ વાળી પેન ડ્રાઇવ લગાવીને પણ તેનો ઉપયોગ કરી શકો છો.

Next Story