Connect Gujarat
બિઝનેસ

તહેવારોની સિઝનમાં સોનાની ચમકમાં આવશે વધારો,18 કેરેટ "રોઝ ગોલ્ડ"ની પુષ્કળ માંગ

તહેવારોની સિઝનમાં સોનાની ચમકમાં આવશે વધારો,18 કેરેટ રોઝ ગોલ્ડની પુષ્કળ માંગ
X

કોરોના મહામારી સમયમાં દેશમાં મંદીનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે હવે કોરોના નામ પૂરતો રહ્યો હોય તેવું સામે આવતા જ બજારમાં તેજી જોવા મળી રહી છે.એક બાજુ તહેવારોની સિઝન ચાલુ થઇ ચૂકી છે ત્યારે લોકો સોનાની ખરીદી ભારે પ્રમાણમાં કરી રહ્યા છે. જેમાં ખાસ કરીને ગોલ્ડ 18 કેરેટ જ્વેલરીની માગ વધારે જોવા મળી રહી છે. તેમાં પણ એવુ અનુમાન લગાવવામા આવી રહ્યુ છે. આ વર્ષ તહેવાર માં આશરે 5000 કરોડથી વધારે સોનું વેચાશે.

એકબાજુ રાજ્યમાં તહેવારો અને ત્યારબાદ લગ્નસરાની શરૂઆત થશે ત્યારે લોકો સોનાની ખરીદી પર ભાર આપી રહ્યા છે. તેમાં એવું અનુમાન કરવામાં આવી રહ્યુ છે. આ વર્ષ તહેવારોની સિઝનમાં રાજ્યમાં 5000 કરોડથી વધુ સોનાની વેચાણ થશે. જેમાં ખાસ કરીને તહેવારો સિઝનમાં ધડામણમાં 40 ટકાની છુટ આપવામાં આવી છે. સોનાની કિંમત લોકો ધ્યાનમાં લઇને 22 કેરેટની જગ્યાએ 18 કેરેટ "રોઝ ગોલ્ડ"ની માંગ વધારે જોવા મળી રહી છે. ગુજરાતમાં જવલેરી માર્કેટનું ટર્નઓવર વાર્ષિક 15000 કરોડથી વધુનું છે. તેને ધ્યાનમાં લેતા ત્રણ માસમાં જ કુલ રુ 5000 કરોડથી વધુ વેચાશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે.

Next Story