Connect Gujarat
બિઝનેસ

સોનુ થયું સસ્તું, જુઓ સોના-ચાંદીનો લેટેસ્ટ ભાવ

દેશમાં સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે મંગળવારે ભારતીય બુલિયન માર્કેટમાં સોના અને ચાંદીના નવા દર જાહેર કરવામાં આવ્યા છે

સોનુ થયું સસ્તું, જુઓ સોના-ચાંદીનો લેટેસ્ટ ભાવ
X

દેશમાં સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે મંગળવારે ભારતીય બુલિયન માર્કેટમાં સોના અને ચાંદીના નવા દર જાહેર કરવામાં આવ્યા છે. મંગળવારે, ભારતીય બુલિયન માર્કેટમાં સોનાનો દર 55,400 રૂપિયા પ્રતિ દસ ગ્રામના સર્વકાલીન ઉચ્ચ દરથી 7,550 રૂપિયા સસ્તો થયો છે.

ગયા અઠવાડિયા અને આ અઠવાડિયામાં પહેલા કારોબારી દિવસ એટલે કે સોમવારે પણ સોનાની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો હતો. જોકે આજે સોનામાં ઘટાડો ટ્રેન્ડ અટકતો જોવા મળ્યો છે.સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે દિલ્હીમાં 22 કેરેટ શુદ્ધતાનું સોનું 47,740 રૂપિયા પ્રતિ દસ ગ્રામ નોંધાયું હતું. તે જ સમયે, 24 કેરેટ સોનાનો ભાવ 52,090 રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતો. સોમવારના ભાવની સરખામણી કરીએ તો આજે 22 અને 24 કેરેટ સોનાની કિંમતમાં 110 રૂપિયાનો વધારો થયો છે.તો સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે એટલે કે મંગળવારે સોનાની સાથે ચાંદીની કિંમતમાં પણ વધારો જોવા મળ્યો છે. મંગળવારે ચાંદીની કિંમતમાં 700 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે.

Next Story