Connect Gujarat
બિઝનેસ

સોનાની કિંમતમાં ઉછાળો, રેકોર્ડ કિંમતથી હજુ 8,424 રૂપિયા સસ્તું

સોનાની કિંમતમાં આજે વધારો નોંધાયો છે. મંગળવારે સવારે મલ્ટી કૉમોડિટી એક્સચેન્જ એટલે કે MCX પર સોનાની કિંમતમાં 0.13 ટકાનો વધારો જોવામાં આવ્યો હતો.

સોનાની કિંમતમાં ઉછાળો, રેકોર્ડ કિંમતથી હજુ 8,424 રૂપિયા સસ્તું
X

સોનાની કિંમતમાં આજે વધારો નોંધાયો છે. મંગળવારે સવારે મલ્ટી કૉમોડિટી એક્સચેન્જ એટલે કે MCX પર સોનાની કિંમતમાં 0.13 ટકાનો વધારો જોવામાં આવ્યો હતો.જ્યારે ચાંદીની કિંમતમાં આજે ઘટાડો નોંધાયો છે. એમસીએક્સ પર સવારે ચાંદીની કિંમતમાં 0.13 ટકાનો ઘટાડો જોવામાં આવ્યો હતો. બીજી તરફ બજાર નિષ્ણાતો માની રહ્યા છે કે બહુ ઝડપથી સોનાની કિંમતમાં ઉછાળો આવી શકે છે.

એમસીએક્સ પર સવારે સોનું 0.13 ટકા વધીને ટ્રેડ કરી રહ્યું હતું. એ પ્રમાણે 10 ગ્રામ સોનાની કિંમત 47,776 રૂપિયા જોવામાં આવી હતી. એમસીએક્સ પર સવારે ચાંદી 0.13 ટકા ઘટીને ટ્રેડ કરી રહ્યું હતું. આ સાથે જ 1 કિલોગ્રામ ચાંદીની કિંમત 61,662 રૂપિયા જોવા મળી હતી. બજાર નિષ્ણાતોના કહેવા પ્રમાણે હાલ સોનું રેકોર્ડ હાઇ સપાટીથી 8,424 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

વર્ષ 2020ની વાત કરીએ તો સોનાની કિંમત MCX પર પ્રતિ 10 ગ્રામ 56,200 રૂપિયાના સ્તર પર પહોંચી હતી. બજાર નિષ્ણાતોનું કહેવું છે કે હાલ સોનાની ખરીદવાની ઉત્તમ તક છે. સોના માટે MCXમાં 47,500 રૂપિયાનો મજબૂત સપોર્ટ છે. નિષ્ણાતોના કહેવા પ્રમાણે ₹47,800થી ₹47,900 વચ્ચે સોનું ખરીદવાની ઉત્તમ તક રહેશે. કારણ કે ટૂંક સમયમાં જ સોનામાં ₹49,300થી ₹49,500 પ્રતિ 10 ગ્રામનું સ્તર જોવા મળી શકે છે.

Next Story