Connect Gujarat
બિઝનેસ

સોનું આજે 50,000 રૂપિયાથી નીચે સરક્યું, ચાંદીની કિંમત પણ ઘટી, જાણો ભાવમાં કેટલો ઘટાડો થયો

સોનાની કિંમતમાં સતત વધારો-ઘટાડો નોંધાઈ રહ્યો છે. સોનાની કિંમતમાં આવેલા ઘટાડા બાદ તેની કિંમત 50,000 રૂપિયાથી નીચે સરકી ગઈ છે.

સોનું આજે 50,000 રૂપિયાથી નીચે સરક્યું, ચાંદીની કિંમત પણ ઘટી, જાણો ભાવમાં કેટલો ઘટાડો થયો
X

સોનાની કિંમતમાં સતત વધારો-ઘટાડો નોંધાઈ રહ્યો છે. સોનાની કિંમતમાં આવેલા ઘટાડા બાદ તેની કિંમત 50,000 રૂપિયાથી નીચે સરકી ગઈ છે. આજે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સવારે 10 વાગ્યે સોનું 0.28 ટકાના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યું હતું. બીજી તરફ ચાંદીની કિંમતમાં પણ ઘટાડો નોંધાયો છે. ચાંદી આજે 0.62 ટકા ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યું હતું. કોમોડિટી નિષ્ણાતો અંદાજ લગાવી રહ્યા છે કે મહામારીનો ડર, ભાવ વધારાની ચિંતા, રશિયા અને યૂક્રેન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ અને મજબૂત યૂએસ ડૉલરના દમ પર સોનાની કિંમત પ્રતિ 10 ગ્રામ 52,000 રૂપિયાથી ઉપર જઈ શકે છે.

આજે એપ્રિલ ડિલિવરી વાળા સોનાની કિંમત 0.28 ટકા ઘટીને 49,970 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળી હતી. સોનાની કિંમતમાં 142 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો. બીજી તરફ ચાંદીની કિંમત 0.62 ટકા ઘટીને 63,610 રૂપિયા પ્રતિ કિલોગ્રામ જોવા મળી હતી. ચાંદીમાં આજે 398 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. વર્ષ 2020માં MCX પર 10 ગ્રામ સોનાનો ભાવ 56,200 રૂપિયાની સપાટી પર પહોંચી ગયો હતો. આજે સવારે MCX પર 10 ગ્રામ સોનાની કિંમત 49,970 રૂપિયા છે, મતલબ કે સોનું રેકોર્ડ કિંમતથી 6,230 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

Next Story