Connect Gujarat
બિઝનેસ

સોનાની લગડી કે દાગીના લેવા હોય તો, ખાસ જાણો આજના ભાવ

ભારતીય સરાફા બજાર સોના ચાંદીના ભાવ જાહેર કર્યા છે. લેટેસ્ટ ભાવ પર નજર ફેરવીએ તો સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.

સોનાની લગડી કે દાગીના લેવા હોય તો, ખાસ જાણો આજના ભાવ
X

ભારતીય સરાફા બજાર સોના ચાંદીના ભાવ જાહેર કર્યા છે. લેટેસ્ટ ભાવ પર નજર ફેરવીએ તો સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. 999 પ્યોરિટી વાળા 10 ગ્રામ સોનાનો ભાવ 50924 રૂપિયા જોવા મળ્યો છે. જ્યારે 999 પ્યોરિટી વાળી એક કિલો ચાંદીનો ભાવ વધીને 56466 રૂપિયા સ્તરે પહોંચ્યો છે.

દિવસમાં બે વાર સોના ચાંદીના ભાવ જાહેર કરાય છે. એકવાર સવારે અને એકવાર સાંજે 995 પ્યોરિટી વાળુ સોનું આજે 50720 રૂપિયામાં વેચાઈ રહ્યું છે. 916 પ્યોરિટી વાળું સોનુ 46646 રૂપિયે વેચાય છે. આ ઉપરાંત 750 પ્યોરિટી વાળુ સોનું વધીને 38193 રૂપિયે વેચાય છે. 585 પ્યોરિટી વાળું સોનુ 29791 રૂપિયે વેચાઈ રહ્યું છે. આ ઉપરાંત 999 પ્યોરિટી વાળી એક કિલો ચાંદીનો ભાવ 56466 રૂપિયા થયો છે. સોના અને ચાંદીના ભાવમાં રોજેરોજ ફેરફાર જોવા મળે છે. આજે સોના ચાંદીના ભાવ વધેલા જોવા મળ્યા. 999 પ્યોરિટી વાળું ગોલ્ડ આજે 71 રૂપિયા, 916 પ્યોરિટી વાળું ગોલ્ડ આજે 65 રૂપિયા મોંઘુ થયું. 750 પ્યોરિટી વાળું સોનુ 53 રૂપિયા અને 585 પ્યોરિટી વાળું સોનું 42 રૂપિયા મોંઘુ થયું છે. ચાંદીની વાત કરીએ તો ચાંદીના ભાવમાં 39 રૂપિયાનો વધારો નોંધાયો છે.

Next Story