Connect Gujarat
બિઝનેસ

I'm Lovin' It : મેકડોનાલ્ડની સ્થાપનાને આજે 67 વર્ષ પૂર્ણ, વાંચો અત્યાર સુધીની સફળ કહાની

આ વાત 1940ની છે. કેલિફોર્નીયામાં 2 ભાઈઓ, રિક અને મેક મેકડોનાલ્ડએ એક નાનકડો રેસ્ટોરન્ટ ખોલ્યો.

Im Lovin It : મેકડોનાલ્ડની સ્થાપનાને આજે 67 વર્ષ પૂર્ણ, વાંચો અત્યાર સુધીની સફળ કહાની
X

આ વાત 1940ની છે. કેલિફોર્નીયામાં 2 ભાઈઓ, રિક અને મેક મેકડોનાલ્ડએ એક નાનકડો રેસ્ટોરન્ટ ખોલ્યો. તેની ખાસિયત એ હતી કે ત્યાના મેન્યૂમાં ખાવાપીવાની 2-4 આઈટમ જ હતી. આ કારણે ખાવાનો ટેસ્ટ અને ક્વોલીટી હંમેશા એકસમાન જ રહેતા હતા, ઓર્ડરમાં સમય પણ ઓછો લાગતો હતો. લોકોને આ વાત પસંદ પડી ગઈ અને તેમનો બિઝનેસ ધીરે ધીરે રફતાર પકડવા લાગ્યો. ઓર્ડર વધારે આવવા લાગ્યા તો તેની સમય પર ડિલીવરી માટે બંને ભાઈઓએ અમુક મશીનો ખરીદ્યા, જેમાંથી મિલ્ક શેક બનાવવાવાળા મિક્સર પણ સામેલ હતા. અહી એંટ્રી થાય છે રે ક્રાસની. રે ક્રાસ પોતાના જીવનનાં 25 વર્ષ અલગ અલગ કામો કરવામાં વિતાવી ચુક્યા હતા. જેમકે પિયાનો વગાડવો, ડ્રાઈવિંગ અને સેલ્મેન તરીકે મિક્સર વહેંચવા. રે ક્રાસે જોયું કે કેલિફોર્નીયાનાં એક જ રેસ્ટોરન્ટએ તેમની પાસેથી 6 મિક્સર ખરીદ્યા છે. રે તે રેસ્ટોરન્ટને જોવા માટે કેલિફોર્નીયા પહોંચી ગયા. ત્યાં તેમણે જોયું કે રેસ્ટોરન્ટ તો નાનું છે, પણ કસ્ટમર્સની લાઈન લાગેલી છે. રેએ લાઈનમાં લાગેલ એક વ્યક્તિને પૂછ્યું કે કેલિફોર્નીયામાં ઘણા રેસ્ટોરન્ટ છે, છતાં પણ અહી આટલી ભીડ કેમ છે? સામેવાળાએ જવાબ આપ્યો કે અહી તમને સારું બર્ગર મળશે, એ પણ ઓછા સમયમાં. રેને વાત સમજાઈ ગઈ. તેમણે રિક અને મેક પાસેથી રેસ્ટોરન્ટની ફ્રેન્ચાઈસી લેવાની વાત કરી. કરાર થયો અને રેને ફ્રેન્ચાઈસી મળી ગઈ.15 એપ્રિલ 1995 એટલે કે આજનાં જ દિવસે રેએ મેકડોનાલ્ડની પહેલી બ્રાંચ ખોલી હતી. ત્યાર બાદ શું થયું, તે તો તમે જાણો જ છો. આજે 100થી વધારે દેશમાં કંપનીનાં 36 હજારથી પણ વધારે આઉટલેટ્સ છે. દરરોજ લગભગ 5 કરોડ લોકો અહીથી ખાવાનું ઓર્ડર કરે છે. જેથી રેસ્ટોરન્ટને 5 અરબ રૂપિયાથી પણ વધારે કમાણી થાય છે.2020માં કંપનીનું રેવેન્યૂ 19.21 બિલિયન ડોલર એટલે કે 144 હજાર કરોડ રૂપિયા હતું.

મેકડોનાલ્ડ્સે 1996માં ભારતીય બજારમાં પ્રવેશ કર્યો હતો. અહીં વધુ પડકારો હતા. આ પહેલા મેકડોનાલ્ડ્સે ક્યારેય એવા દેશમાં બિઝનેસ શરૂ કર્યો ન હતો જ્યાં શાકાહારને મહત્વ આપવામાં આવતું હતું. ભારત બહારના મેકડોનાલ્ડ્સના મેનુમાં બીફ અને ડુક્કરનું માંસ પણ સામેલ હતું, પરંતુ અહીં વાત શ્રદ્ધાની હતી, તેથી નક્કી કરવામાં આવ્યું કે બીફ અને પોર્ક મેન્યૂમાં નહીં હોય.

કંપનીએ અહીં 2 ભાગીદારો પસંદ કર્યા - વિક્રમ બક્ષી અને અમિત જાટિયા. બક્ષીને ઉત્તર-પૂર્વ ભારતમાં રેસ્ટોરન્ટ અને દક્ષિણ-પશ્ચિમ ભારતમાં જાટિયાને સંભાળવાની જવાબદારી સોંપવામાં આવી હતી. પરંતુ તે એટલું સરળ પણ નહોતું. આ બંને ભાગીદારો સાથે 25 વર્ષનો કરાર હતો, પરંતુ તે પહેલા વિક્રમ બક્ષી સાથે કંપનીનો વિવાદ હતો. મામલો કોર્ટમાં પહોંચ્યો અને આખરે 2019માં સમાધાન થયું. વિવાદને કારણે કંપનીને નુકસાન થયું હતું. ઘણા રેસ્ટોરન્ટ બંધ થયા હતા. 1996 થી 2019 સુધીમાં કંપનીને લગભગ 421 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું.હાલમાં ભારતમાં 500 કરતા પણ વધારે રેસ્ટોરન્ટ છે.

Next Story