Connect Gujarat
બિઝનેસ

24 કલાકમાં જ મુકેશ અંબાણીની સંપત્તિ 18,530 કરોડ વધી..!

24 કલાકમાં જ મુકેશ અંબાણીની સંપત્તિ 18,530 કરોડ વધી..!
X

ભારતીય શેરબજાર સતત ઉંચાઈ પર જઈ રહ્યું છે. 60 હજારની સપાટી સુધી પહોંચ્યું છે. તેના કારણે હેવી વેઇટ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના શેરોમાં તેજીમય વલણ આગળ વધ્યું હતું અને આશરે એક ટકા ઉછાળા સાથે ભાવ રૂપિયા 2545ની વિક્રમજનક સપાટી પર પહોંચ્યો હતો. કંપનીના શેરમાં તેજીને પગલે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની નેટવર્થમાં પણ તીવ્ર ઉછાળો જોવા મળ્યો છે.

ફોર્બ્સ રિયલ ટાઈમ બિલિયોનિયર ઈન્ડેક્સ પ્રમાણે કંપની શેરોમાં ભારે તેજીને પગલે મુકેશ અંબાણીની નેટવર્થ 24 કલાકમાં 2.5 અબજ ડોલર વધી 98.5 અબજ ડોલર પહોંચી ગઈ છે. એટલે કે 24 કલાકમાં મુકેશ અંબાણીની સંપત્તિમાં આશરે 18,530 કરોડ વધી ગઈ હતી. આમ પ્રત્યેક મિનીટે તેમની સંપત્તિમાં આશરે 13 કરોડ રૂપિયાનો વધારો થયો હતો શેરોની કિંમતમાં જો તેજી સતત આગળ વધશે તો મુકેશ અંબાણી 100 અબજ ડોલર સંપત્તિ ધરાવનાર અબજોપતિઓની યાદીમાં સામેલ થઈ જશે. અત્યારે તેઓ 100 અબજ ડોલર સંપત્તિની નજીક એટલે કે 98.5 અબજ ડોલર તેઓ વર્તમાન સમયમાં 10માં સૌથી શ્રીમંત વ્યક્તિ છે. કોવિડ લોકડાઉન સમયે જીયોની હિસ્સેદારી ફેસબુક, ગૂગલ જેવા વિદેશી રોકાણકારો અને વેચાણ કરી કંપનીએ આશરે 1.48 લાખ કરોડ રૂપિયા (20 અબજ ડોલર) ભંડોળ એકત્ર કર્યું છે.

Next Story