Connect Gujarat
બિઝનેસ

મોંઘવારીનો "માર" : પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો, મધ્યમ વર્ગના લોકો પર વધ્યો બોજ

સમગ્ર ભારત દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે આજે પેટ્રોલના ભાવમાં 33 પૈસાનો વધારો થયો.

મોંઘવારીનો માર : પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો, મધ્યમ વર્ગના લોકો પર વધ્યો બોજ
X

સમગ્ર ભારત દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે આજે પેટ્રોલના ભાવમાં 33 પૈસાનો વધારો થયો.જોકે, ડીઝલના ભાવમાં વધારો થયો નથી. જેના કારણે મોંઘવારીનો માર સહન કરતા મધ્યમ વર્ગ અને ગરીબો પર બોજ વધી રહ્યો છે.

આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં મજબૂતીના પગલે ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ રોજ નવી ઐતિહાસિક ટોચે પહોંચી રહ્યા છે. રાજસ્થાન બાદ હવે મધ્ય પ્રદેશમાં પણ ડીઝલનો ભાવ 100 રૂપિયાની સપાટી વટાવી છે, જ્યારે પેટ્રોલના ભાવ 100 રૂપિયાની સપાટી કુદાવી હોય તેવા રાજ્યોમાં સિક્કિમનો પણ સમાવેશ થયો છે. દેશમાં 2 જ મહિનામાં પેટ્રોલમાં 34 વાર અને ડીઝલમાં 33 વાર ભાવ વધારો થયો છે. છેલ્લા 2 મહિનામાં પેટ્રોલ પ્રતિ લીટર 9 રૂપિયા 11 પૈસા, જ્યારે ડીઝલ પ્રતિ લીટર 8 રૂપિયા 63 પૈસા મોંઘા થયું છે. તો સાથે જ રાજધાની દિલ્લીમાં પણ પેટ્રોલનો ભાવ 100 રૂપિયાની નજીક પહોચી ગયો છે. અમદાવાદમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર 96 રૂપિયા 76 પૈસા, જ્યારે ડીઝલનો ભાવ પ્રતિ લીટર 96 રૂપિયા 26 પૈસા થયો છે. દેશમાં હાલ રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, જમ્મુ અને કાશ્મીર, ઓડિશા, તામિલનાડુ, કેરળ, બિહાર, પંજાબ અને લદ્દાખમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર થયો છે, ત્યારે હવે પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાના કારણે મોંઘવારીનો માર સહન કરતા મધ્યમ વર્ગ અને ગરીબો પર બોજ વધ્યો છે.

Next Story