Connect Gujarat
બિઝનેસ

PAYTMના રોકાણકારોને રાતા પાણીએ રોવાનો આવ્યો વારો, પ્રતિ શેર 350 રૂા. નુકશાન

પેટીએમના આઇપીઓમાં રોકાણ કરનારા રોકાણકારોને પ્રતિ શેર રૂપિયા 350નું નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે.

PAYTMના રોકાણકારોને રાતા પાણીએ રોવાનો આવ્યો વારો, પ્રતિ શેર 350 રૂા. નુકશાન
X

ડિજિટલ મોબાઈલ પેમેન્ટ પ્લેટફોર્મ પેટીએમની પેરન્ટ કંપની વન 97 કમ્યુનિકેશનના શેરનું આજે સ્ટોક માર્કેટમાં લિસ્ટિંગ થયું છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર એ 1955 રૂપિયા પર, જ્યારે નેશનલ સ્ટેક એક્સચેન્જ પર 1950 રૂપિયા પર લિસ્ટ થઈ છે. પેટીએમના આઇપીઓમાં રોકાણ કરનારા રોકાણકારોને પ્રતિ શેર રૂપિયા 350નું નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે. એટલે કે IPOમાં જે એનો ભાવ હતો એની સરખામણીમાં એ 9 ટકા નીચે લિસ્ટ થયો છે.

હાલ રોકાણકારોને પ્રતિ શેર 350 રૂપિયાનું નુકસાન થયું છે.જોકે પછી આ શેર 8 ટકા ઘટાડા સાથે 1805 રૂપિયા પર કારોબાર કરી રહ્યો હતો. તેણે 1781નું નીચલો સ્તર બનાવ્યો અને 1961 રૂપિયાનો હાઈ બનાવ્યો. એની માર્કેટ કેપ 1.16 લાખ કરોડ રૂપિયા રહી, જ્યારે લિસ્ટિંગ પહેલાં અનુમાન 1.48 લાખ કરોડ રૂપિયાનું હતું, જોકે મહત્ત્વની વાત એ છે કે આ શેર એની ઈસ્યુ પ્રાઈસને પણ ટચ ન કરી શક્યો. પેટીએમનો IPO 1.89 ગણો સબસ્ક્રાઇબ થયો હતો. કંપનીને 4.83 કરોડ શેરની સામે 9.14 કરોડ શેર માટે બિડ મળી હતી.આ મોટે ભાગે ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIBs)ના સમર્થનને કારણે થયું હતું. IPOમાં QIBનો ક્વોટા 2.79 ગણો સબસ્ક્રાઇબ થયો હતો. જ્યારે રિટેલ રોકાણકારોનો ક્વોટા 1.66 ગણો હતો.

Next Story