Connect Gujarat
બિઝનેસ

હીરો મોટોકોર્પના ચેરમેન અને એમડી પવન મુંજાલને ત્યાં ITનાં દરોડા

હીરો મોટોકોર્પના ચેરમેન અને MD પવન મુંજાલને ત્યાં ITના દરોડા પડ્યા હોવાની માહિતી મળી રહી છે. તેમની વિરુદ્ધ બોગસ ખર્ચ દર્શાવવાનો આરોપ છે

હીરો મોટોકોર્પના ચેરમેન અને એમડી પવન મુંજાલને ત્યાં ITનાં દરોડા
X

હીરો મોટોકોર્પના ચેરમેન અને MD પવન મુંજાલને ત્યાં ITના દરોડા પડ્યા હોવાની માહિતી મળી રહી છે. તેમની વિરુદ્ધ બોગસ ખર્ચ દર્શાવવાનો આરોપ છે.આઇટી વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની મોટી ટિમ આ ઓપરેશનમાં કામમાં લાગી છે

ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા બુધવારે હીરો મોટોકોર્પ ના ચેરમેન અને MD પવન મુંજાલનાં પરિસર પર છાપો મારી કરવામાં આવી હટી. એવું પણ જણાવવામાં આવી રહ્યું છે કે તેઓની ઓફિસ અને તેમના ઘરે બંને સ્થળે હાલ સર્ચ ચાલી રહ્યું છે.MD પવન મુંજાલ વિરુદ્ધ આરોપ છે કે તેમણે પોતાના ખાતામાં ખોટા બોગસ ખર્ચ બતાવ્યા હતા ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા આ જ મામલે સવારથી છાપેમારી કરવામાં આવી રહી છે. આઇટીની ટીમને કેટલાક શંકાસ્પદ ખર્ચ મળ્યા હોવાની માહિતી છે.

જોકે, હીરો મોટોકોર્પ કે IT વિભાગે હજુ સુધી આ અંગે સત્તાવાર રીતે કંઈ જણાવવામાં નથી. જોકે માર્કેટમાં આ સમાચાર વહેતા થઈ જવાના કારણે હીરો મોટોકોર્પ શેરમાં પણ ઘટાડો થવા લાગ્યો છે. દરોડા સામે આવ્યા તે પહેલા હીરો મોટોકોર્પ શેર બીએસઈ પર નફામાં ટ્રેડ થઈ રહ્યો હતો. તે જોતાની સાથે જ શેરે તમામ ગતિ ગુમાવી દીધી. સવારે 10:30 વાગ્યા સુધીમાં હીરો મોટોકોર્પનો સ્ટોક 2 ટકા સુધી ઘટી ગયો હતો .

Next Story