Connect Gujarat
બિઝનેસ

દેશનો સૌથી મોટો IPO લાવી રહી છે LIC, બજારમાં અનેક ચર્ચાઓ શરૂ

લાઇફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન આઇપીઓ સાઇઝ ઘટીને રૂ. 21,000 થઇ જશે. જોકે, LIC IPO રૂ. 9,000 કરોડના ગ્રીનશૂ ઓપ્શન સાથે આવી શકે છે.

દેશનો સૌથી મોટો IPO લાવી રહી છે LIC, બજારમાં અનેક ચર્ચાઓ શરૂ
X

LICનો આઇપીઓ લઈને બજારમાં અનેક ચર્ચાઓ થઇ રહી છે. આ દરમિયાન અમુક જાણકારોએ કહ્યું છે કે, લાઇફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન આઇપીઓ સાઇઝ ઘટીને રૂ. 21,000 થઇ જશે. જોકે, LIC IPO રૂ. 9,000 કરોડના ગ્રીનશૂ ઓપ્શન સાથે આવી શકે છે. ગ્રીન શુ ઓપ્શન હિસાબ પછી કુલ IPO નું કદ રૂ. 30,000 કરોડ થશે અને સરકારી હિસ્સામાં 5 ટકા ઘટાડો થશે. ગ્રીન શુ વિકલ્પ એ ઓવર-એલોટમેન્ટ વિકલ્પ છે. આ વિકલ્પ કંપનીને વધારાનું સબસ્ક્રિપ્શન જાળવી રાખવાનો વિકલ્પ આપે છે અને તેને માંગ અને બજારની સ્થિતિ અનુસાર પબ્લિક ઇશ્યૂને આયોજીત કરવામાં મદદ કરે છે.

સૂત્રોને ટાંકીને BS એ આપેલા અહેવાલ મુજબ, LICની જાહેર ઓફર હવે 4 મેના રોજ બજારમાં આવી શકે છે. સરકારે ગત મહિને IPO માટે નવા ડ્રાફ્ટ પેપર ફાઇલ કર્યા હતા. સરકાર પાસે હવે ઓફર શરૂ કરવા માટે 12 મે સુધીનો સમય છે, ત્યારબાદ કેન્દ્રને સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઈન્ડિયા પાસે નવા પેપર્સ ફાઇલ કરવાની જરૂર પડશે. તેને ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામો પણ આપવા પડશે અને એમ્બેડેડ વેલ્યુ પણ અપડેટ કરવી પડશે. ડ્રાફ્ટ પેપર્સ અનુસાર, 31 સપ્ટેમ્બર, 2021 સુધીમાં LICનું એમ્બેડેડ મૂલ્ય રૂ. 5.39 લાખ કરોડ હતું.21,000 કરોડનું કદમાં ઘટાડો થયા પછી પણ LIC IPO દેશમાં અત્યાર સુધીની સૌથી મોટો IPO બનવા જઈ રહ્યો છે. Paytm IPO 2021 માં રૂ. 18,300 કરોડ નો સૌથી મોટો આઇપીઓ હતો, ત્યારબાદ 2010માં કોલ ઇન્ડિયા લિમિટેડ રૂ. 15,500 કરોડ અને રિલાયન્સ પાવર 2008માં રૂ. 11,700 કરોડનો IPO હતો.

Next Story
Share it