Connect Gujarat
બિઝનેસ

અદાણીની વધુ એક કંપની શેરબજારમાં લિસ્ટ, રોકાણકારોને મળશે 3600 કરોડનું રોકાણ કરવાની તક

એશિયાના બીજા સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણીની વધુ એક કંપની શેરબજારમાં લિસ્ટ થવા જઈ રહી છે.

અદાણીની વધુ એક કંપની શેરબજારમાં લિસ્ટ, રોકાણકારોને મળશે 3600 કરોડનું રોકાણ કરવાની તક
X

એશિયાના બીજા સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણીની વધુ એક કંપની શેરબજારમાં લિસ્ટ થવા જઈ રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર અદાણી વિલ્મરનો IPO આ મહિને આવશે. અદાણી વિલ્મરનો IPO રૂ. 3600 કરોડનો હશે અને તે 27 જાન્યુઆરીએ સબસ્ક્રિપ્શન માટે ખુલશે.

આ કંપની અદાણી એન્ટરપ્રાઈઝ અને વિલ્મર ઈન્ટરનેશનલનું સંયુક્ત સાહસ છે. રિપોર્ટ અનુસાર, અદાણી વિલ્મર IPO માટે ઇશ્યૂ પ્રાઇસ રૂ. 218-230 હશે, જ્યારે કંપનીનું વેલ્યુએશન રૂ. 26287 કરોડ આંકવામાં આવ્યું છે. આવતા મહિને દવા બનાવતી કંપની Emcure Pharmaceuticals (Emcure Pharma IPO) રૂ. 5000 કરોડના IPO સાથે આવશે. અદાણી વિલ્મર, જે ફોર્ચ્યુન બ્રાન્ડ હેઠળ રસોઈ તેલ અને અન્ય કેટલીક ખાદ્ય ઉત્પાદનોનું વેચાણ કરે છે, તેણે તેના IPOનું કદ ઘટાડીને રૂ. 3,600 કરોડ કર્યું છે, જે અગાઉ રૂ. 4,500 કરોડ હતું. અદાણી ગ્રૂપ અને સિંગાપોર સ્થિત વિલ્મર ગ્રૂપ અદાણી વિલ્મરમાં 50, 50 ટકા હિસ્સો ધરાવે છે. અદાણી એન્ટરપ્રાઇઝિસે ગુરુવારે સ્ટોક એક્સચેન્જને જણાવ્યું હતું કે કંપનીનો IPO 27 જાન્યુઆરીએ સબસ્ક્રિપ્શન માટે ખુલશે અને 31 જાન્યુઆરીએ બંધ થશે. ગૌતમ અદાણી કન્ઝ્યુમર સેગમેન્ટ બિઝનેસમાં મોટી યોજના ધરાવે છે. અદાણી વિલ્મર 2027 સુધીમાં ભારતની સૌથી મોટી ફૂડ કંપની બનવાની યોજના ધરાવે છે. DRHP અનુસાર, કંપની IPO દ્વારા એકત્ર કરાયેલા ભંડોળમાંથી તેનું દેવું ચૂકવશે. આ સિવાય કંપની આ નાણાંનો ઉપયોગ વ્યૂહાત્મક અધિગ્રહણ અને રોકાણ માટે કરશે.

Next Story