Connect Gujarat
બિઝનેસ

પેટ્રોલ-ડિઝલના ભાવમાં આજે ફરીથી થયો વધારો; જાણો શું છે રેટ્સ

આજે ફરીથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો છે. ઓઈલ કંપનીઓએ આજે પેટ્રોલના ભાવમાં દિલ્હીમાં 35 પૈસા અને ડીઝલના ભાવમાં પણ 35 પૈસાનો વધારો કર્યો છે.

પેટ્રોલ-ડિઝલના ભાવમાં આજે ફરીથી થયો વધારો; જાણો શું છે રેટ્સ
X

આજે ફરીથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો છે. ઓઈલ કંપનીઓએ આજે પેટ્રોલના ભાવમાં દિલ્હીમાં 35 પૈસા અને ડીઝલના ભાવમાં પણ 35 પૈસાનો વધારો કર્યો છે. ઓક્ટોબર મહિનામાં જ પેટ્રોલ 4 રૂપિયા મોંઘુ થઈ ગયું છે, જ્યારે ડીઝલની કિંમતમાં પણ 4.50થી વધુ રૂપિયાનો વધારો થયો છે. દિલ્હીમાં પેટ્રોલની કિંમત 105.84 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 94.57 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી છે.

મુંબઈમાં પેટ્રોલનો ભાવ 111.77 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ 102.52 રૂપિયા પ્રતિ લીટર પહોંચ્યો છે.

આ વર્ષે 1 જાન્યુઆરીએ પેટ્રોલ 83.97 રૂપિયા અને ડીઝલ 74.12 રૂપિયા પ્રતિ લિટર હતું. હવે તે 104.79 રૂપિયા અને 93.52 રૂપિયા પ્રતિ લિટર છે. એટલે કે, 10 મહિનાથી ઓછા સમયમાં પેટ્રોલ 21 રૂપિયા અને ડીઝલ 20 રૂપિયા મોંઘુ થયું છે.

દેશના 29 રાજ્યોમાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લિટરને પાર કરી ગયું છે. ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, દિલ્હી, જમ્મુ અને કાશ્મીર, આંધ્રપ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, કર્ણાટક, મણિપુર, નાગાલેન્ડ, પુડુચેરી, તેલંગાણા, પંજાબ, સિક્કિમ, ઓડિશા, કેરળ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, ત્રિપુરા, મિઝોરમ, ઝારખંડ , ગોવા, આસામ, ગુજરાત, હરિયાણા, હિમાચલ, ઉત્તરાખંડ, મેઘાલય અને રાજસ્થાનમાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લિટરથી ઉપર છે

Next Story