Connect Gujarat
બિઝનેસ

સતત 16માં દિવસે પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર નહીં

સમગ્ર દેશમાં સતત 16મા દિવસે પણ સરકારી ઓઇલ કંપનીઓ તરફથી આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

સતત 16માં દિવસે પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર નહીં
X

સમગ્ર દેશમાં સતત 16મા દિવસે પણ સરકારી ઓઇલ કંપનીઓ તરફથી આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ગત તા. 17 જુલાઈ બાદથી ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, જ્યારે આ દિવસે પેટ્રોલની કિંમત 29થી 30 પૈસા પ્રતિ લીટર વધારી દેવામાં આવી હતી. જોકે, ત્યારબાદથી પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા નથી.

દેશમાં મધ્ય પ્રદેશ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, ઓડિશા, જમ્મુ-કાશ્મીર અને લદાખમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટરે 100 રૂપિયાને પાર થઈ ગયો છે. તો સાથે જ મહાનગરોમાં મુંબઈ, હૈદરાબાદ અને બેંગલુરુમાં પણ પેટ્રોલ પહેલા જ 100 રૂપિયા પ્રતિ લીટરના આંકડાને પાર કરી ચૂક્યું છે. ગુજરાતના 4 મુખ્ય મથકોની વાત કરીએ તો, અમદાવાદમાં પેટ્રોલ 98.54 રૂપિયા અને ડીઝલ 96.71 રૂપિયા પ્રતિ લીટર છે, જ્યારે સુરતમાં પેટ્રોલ 98.39 રૂપિયા અને ડીઝલ 96.59 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યું છે. તો વડોદરામાં પેટ્રોલ 98.09 રૂપિયા અને ડીઝલ 96.25 રૂપિયા પ્રતિ લીટર છે. રાજકોટ શહેરમાં પણ પેટ્રોલ 98.25 રૂપિયા અને ડીઝલ 96.45 રૂપિયા પ્રતિ લીટરે પહોચ્યું છે.

અત્રે નોંધનીય છે કે, ગત મે મહિના બાદથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો જોવા મળ્યો છે. જેમાં છેલ્લા 42 દિવસમાં પેટ્રોલ લગભગ 11.52 રૂપિયા સુધી મોંઘું થયું છે. જોકે, મેથી જુલાઈ મહિના સુધી સમયાંતરે ઇંધણના ભાવમાં વધારો જોવા મળ્યો છે. દેશના 4 મહાનગરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવની વાત કરીએ તો, દિલ્હીમાં પેટ્રોલ 101.84 રૂપિયા અને ડીઝલ 89.87 રૂપિયા પ્રતિ લીટર છે, જ્યારે મુંબઈમાં પેટ્રોલ 107.83 રૂપિયા અને ડીઝલ 97.45 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યું છે. તો સાથે જ ચેન્નાઈમાં પણ પેટ્રોલ 102.49 રૂપિયા અને ડીઝલ 94.39 રૂપિયા પ્રતિ લીટર ભાવ રહ્યો છે. કોલકાતામાં પેટ્રોલ 102.08 રૂપિયા અને ડીઝલ 93.02 રૂપિયા પ્રતિ લીટર છે, જ્યારે બેંગલુરુમાં પેટ્રોલ 105.25 રૂપિયા અને ડીઝલ 95.26 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે. જેથી કહી શકાય કે, આજે સતત 16મા દિવસે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

Next Story