Connect Gujarat
બિઝનેસ

RBIએ વ્યાજદર વધાર્યા, હોમ લોન મોંઘી થશે-EMI પણ વધશે

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા(RBI)ના ગવર્નર શક્તિકાંસ દાસે બુધવારે અચાનક એક પ્રેસ-કોન્ફરન્સ કરીને બેન્ચમાર્ક રેટને વધારવાની જાહેરાત કરી છે.

RBIએ વ્યાજદર વધાર્યા, હોમ લોન મોંઘી થશે-EMI પણ વધશે
X

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા(RBI)ના ગવર્નર શક્તિકાંસ દાસે બુધવારે અચાનક એક પ્રેસ-કોન્ફરન્સ કરીને બેન્ચમાર્ક રેટને વધારવાની જાહેરાત કરી છે. આરબીઆઈ મોનિટરી પોલિસી કમિટીએ રેપો રેટમાં 40 બેસિસ પોઈન્ટ એટલે કે 0.4 ટકાનો વધારો કર્યો છે, એટલે કે હવે રેપો રેટ 0.4 ટકા થયો છે. ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે રશિયા-યુક્રેન યુદ્ધની અસર અનુભવાઈ રહી છે અને યુદ્ધનો પ્રભાવ ઈન્ટરનેશનલ મોનિટરી ફન્ડે પણ સમજ્યો છે. વધતી માગને જોતાં આરબીઆઈ પોતાનું અકોમોડેટિવ સ્ટેન્સ એટલે કે ઉદાર વલણને છોડીને બેન્ચમાર્ક રેટ વધારી દીધો છે. આ નિર્ણય બાદ સેન્સેક્સમાં 1182 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો હતો.છેલ્લાં બે વર્ષથી આરબીઆઈએ તેની ઉદાર નીતિને યથાવત્ રાખી હતી. એપ્રિલ 2022 સુધી થયેલી મોનિટરી પોલિસીની અગાઉની 11 બેઠકમાં પોલિસી રેટને યથાવત્ રાખવામાં આવ્યો હતો.

હાલ આ મહિનાની શરૂઆતમાં થયેલી બેઠકમાં પણ એમપીસીએ રેપો રેટને 4 ટકા અને રિવર્સ રેપો રેટના દરને 3.35 ટકા પર યથાવત્ રાખ્યો હતો. આરબીઆઈએ એમપીસીની બેઠક પછી મીડિયાને સંબોધન કરતાં કહ્યું હતું કે માર્ચ 2022માં રિટેલ મોંઘવારી ઝડપથી વધીને 7 ટકાએ પહોચી. ખાસ કરીને ખાવા-પીવાની ચીજોની મોંઘવારીને કારણે હેડલાઈન સીપીઆઈ ઈન્ફ્લેશન એટલે રિટેલ મોંઘવારી ઝડપથી વધી છે. આ સિવાય જિયોપોલિટિકલ ટેન્શને પણ મોંઘવારીને વધારી છે. ઉલ્લેખનીય છે કે રશિયા અને યુક્રેનની વચ્ચે છેલ્લા ઘણા મહિનાઓથી ચાલી રહેલા યુદ્ધના કારણે ઘઉં સહિત ઘણાં અનાજોના ભાવ વધી ગયા છે. આ તણાવથી ગ્લોબલ સપ્લાય ચેન પર ખરાબ અસર પડી છે. જોકે રેપો રેટ વધવાના કારણે સામાન્ય લોકોને વધારે અસર થશે. પહેલેથી જ મોંઘવારીનો માર સહન કરતા સામાન્ય લોકોને હવે ઈએમઆઈ વધતા વધારાનો બોજ સહન કરવો પડશે. સેન્ટ્રલ બેન્કના આ નિર્ણય પછી હોમ લોન અને કાર લોન સહિત દરેક પ્રકારની લોન મોંઘી થશે, પરિણામે ઈએમઆઈની રકમ વધી જશે.

Next Story